સુરતમાં અશ્વો ગ્લેન્ડર પોઝિટિવ મળી આવતા છ જેટલા ઘોડાઓને દયામૃત્યુ અપાયું
શહેરના (Surat) લાલ દરવાજા વિસ્તારમાં અશ્વ કૂળના પશુઓમાં (Animals)મળતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે અને લાલ દરવાજાથી પાંચ કિલોમીટરના અંતરમાં આવેલા તમામ ઘોડા, ખચ્ચર, ગદર્ભ વગેરે અશ્વકૂળોના પશુઓના નમૂના લેવાની કામગીરીં શરૂ કરવામાં આવી હતી આઠ પશુઓના સેમ્પલ અધિકૃત કરાયેલ લેબોરેટરીમાં મોકલવામાં આવતા છ જેટલા અશ્વો ગ્લેન્ડર માટે પોઝિટિવ જણાતા પશુપાલન વિભાગ દ્વારા મનપાની ભટાર ડમ્પિંગ સાઇડ ઉપર વૈજ્ઞાનિક ઢબે થી મૃત્યુ આપીને દફનાવી દિધા બાદ સમગ્ર વિસ્તારને રોગમુક્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
નાગરિકોની સુખાકારી માટે આયુષ ઓકે અશ્વોને દયામૃત્યુનો આદેશ કર્યો
શહેરના લાલ દરવાજા વિસ્તારમાં અશ્વોમાં ફેલાયેલા રોગ શહેરના નાગરિકોમાં ન ફેલાય અને નાગરિકોની સુખાકારી માટે અશ્વોને દયામૃત્યુ આપવાનો હુકમ જિલ્લા કલેક્ટર આયુષ ઓકે ભગ્ન હૃદયે કર્યો હતો. અશ્વોમાં ફેલાયેલા રોગને કારણે સમગ્ર લાલ દરવાજા પંથકમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. અશ્વમાં ફેલાતો આ રોગ માનવ જાત માટે પણ હાનિકારક છે અને આ રોગ નાગરિકોમાં ન પ્રસરે તેની અગમચેતી વાપરીને ના છૂટકે ભગ્ન હૃદયે જિલ્લા કલેક્ટર આયુષ ઓકે ચેપગ્રસ્ત અશ્વોને દયામૃત્યુ આપવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા.