Surat: એવુ તો શું થયું કે સુરતનો “રત્નકલાકાર બન્યો બુટલેગર”?
સુરતનો રત્નકલાકાર બન્યો બુટલેગર:મહારાષ્ટ્ર થી ટ્રેન મારફતે દારૂ સુરત લાવતા પોલીસના હાથે ઝડપાયો
ડાયમંડ સિટી સુરતમાં હીરા ઉદ્યોગમાં પોતાની કિસ્મત ચમકાવવા અને રોજી રોટી માટે અનેક રાજ્યમાંથી લોકો સુરતમાં કામ અર્થે આવી વસવાટ કરે છે ત્યારે આ ડાયમંડ ઉદ્યોગમાં ભવિષ્ય બનાવવા એક રત્નકલાકાર ભાવનગરથી સુરત આવ્યો હતો અને અહી છેલ્લા થોડા વર્ષોથી હીરાનો વ્યાપાર કરતો હતો પરંતુ હીરામાં મળતા વળતરમાં તેનું પરિવારનું પૂરતું ભરણપોષણ થઈ શકતું ન હોય તેણે દારૂના વેચાણનો રસ્તો અપનાવ્યો હતો.અને આખરે મહારાષ્ટ્ર થી ટ્રેન મારફતે દારૂ સુરત લાવી વેચાણ કરતા તે રેલવે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
સુરત રેલવેની લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પ્લેટફોર્મ નંબર 1 પર તપાસમાં હતી તે દરમિયાન ટ્રાવેલ બેગ લઈને પસાર થતાં એક યુવકને અટકાવ્યો હતો અને તેની તપાસ કરતા ટ્રાવેલ બેગમાં કપડાની અંદર છૂપાવવામાં આવેલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની અટકાયત કરતા તેની પાસેથી અલગ અલગ બ્રાન્ડ ની 38 નંગ વિદેશી દારૂની બોટલ કબજે કરી હતી. પોલીસ પૂછપરછ માં તેણે જણાવ્યું હતું કે તે મૂળ ભાવનગર નો વતની છે અને સુરતમાં હીરા વ્યવસાય માટે આવ્યો હતો અને તેમાંથી સંતોષ ન મળતા તેણે દારૂનો વ્યવસાય શરૂ કર્યું હતું તે આ દારૂ મહારાષ્ટ્રના મુંબઈ ખાતેના બોરીવલી રેલવે સ્ટેશન પાસેથી ખરીદીને સુરત વેચાણ અર્થે લાવ્યો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..
હીરા ઉદ્યોગમાં કમાવાની લાલસાએ ભાવનગર થી સુરત આવેલો રત્નકલાકાર દારૂની ખેપ મારવા મજબૂર બન્યું છે. મૂળ ભાવનગરના અને હાલ સુરતમાં રહેતા 30 વર્ષે કૌશિક છેલ્લા થોડા વર્ષોથી હીરાનો વેપાર કરતો હતો પરંતુ હીરાના કામમાં મંદિ આવતા તેના પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બન્યું હતું જેથી રત્નકલાકારે હીરાના કામકાજની સાથે સાથે દારૂના વેચાણનો રસ્તો અપનાવ્યો હતો. અને દારૂની ખેપ મારવાનું નક્કી કર્યું હતું. અને તે મહારાષ્ટ્ર થી ટ્રેન મારફતે દારૂ ટ્રાવેલ બેગમાં સુરત લાવી વરાછા સહિતના વિસ્તારોમાં વેચાણ કરતો હતો.