સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર ભીડ પર નજર રાખવા અધિકારીઓની નિયુક્તિ

0
Appointment of officers to monitor crowd at Surat and Udhana railway stations

Appointment of officers to monitor crowd at Surat and Udhana railway stations

સુરત સ્ટેશન (Station) પર તહેવારોની સિઝનમાં પેસેન્જરોની(Passengers) ભારે ભીડ હોય છે. ક્યારેક મોટી દુર્ઘટના થવાની સંભાવના રહેલી છે. હાલમાં પણ હોળી પહેલા સુરતથી ઉત્તર પ્રદેશબિહા૨ જનારા પેસેન્જરોની ભારે ભીડ છે. સુરત રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશન પર ભીડને નિયંત્રણમાં લેવા માટે રેલવેએ ઘણા પગલા લીધા છે.

તહેવારોની સિઝનમાં સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ ૫૨ અને ફુટ ઓવરબ્રિજ સહિત રેલવે પરિસ૨માં પ્રવાસીઓની ભીડને નિયંત્રિત કરવા માટે પહેલા તો વધારાની બુકિંગ વિન્ડો ખોલવામાં આવી છે. સુરત સ્ટેશન પર 36 શિફ્ટનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. તેમાં 6 શિફ્ટ વધારાના છે. ઉધના રેલવે સ્ટેશન પર 14 શિફ્ટનું સંચાલન કરાઈ રહ્યું છે. તેમાં 8 શિફ્ટ વધારાની છે. સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર આરપીએફના વધારાના 140 કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. ઉપરાંત સીસીટીવી કેમેરાથી વધારે ભીડવાળી જગ્યાની ઓળખ કરાઈ રહી છે. રેલવે સ્ટેશનો ૫૨ ટ્રેનોની આવવાની અને જવાની સ્થિતિ તથા કોચોની સ્થિતિ વિશે નિયમિત એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. હેલ્પ ડેસ્ટ અને પૂછપરછ કાઉન્ટર શરૂ કરાયા છે.

ખાસ કરીને સુરત-ઉધના અને ચલથાણ સ્ટેશનો પર ભીડ પર નજર રાખવા માટે અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. સ્ટેશનો પર પેસેન્જરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કુલી અને ખાવાપીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રેનોના સંચાલનના સ્ટેટસની લેટેસ્ટ માહિતી આપવા માટે પ્રવાસીઓને એસએમએસ મોકલમાં આવી રહ્યા છે. ઉધના સ્ટેશન પર કામ ચાલુ હોવાથી ૨૬ ટ્રેનને ડાયવર્ઝન અને શોર્ટ ટર્મિનેટેડ ટ્રેનો વિશે પેસેન્જરોને મેસેજથી માહિતી આપવામાં આવી રહી છે.

જેથી પ્રવાસીઓ તે મુજબ રેલવે સ્ટેશન પર આવે અને વધારાનો લોકોને સ્ટેશન પર આવતા રોકી શકાય, રિફન્ડ માટે વધારાની વિન્ડો શરૂ કરવામાં આવી છે. ઉપરાંત ડિવિઝન અને ઝોન સ્તરે ટ્રેનોના સંચાલન પર નજર રાખવામાં આવી રહી છે. તેમજ ટ્રેનોની વેઇટિંગ લીસ્ટ પર રોજ નજર રખાય છે. જેથી સ્પેશિયલ ટ્રેન ચલાવવા માટેની યોજના બનાવી શકાય.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *