કુમાર કાનાણીનો વધુ એક લેટર બૉમ્બ : હવે ખાડીની સમસ્યાને લઈને આપી જનઆંદોલનની ચીમકી
વરાછા(Varachha) વિધાનસભા મત વિસ્તારમાંથી પસાર થતી ખાડીને (Bay) કારણે કિનારાની અસંખ્ય સોસાયટીઓમાં(Society) ઉભી થતી મચ્છર, ગંદગી અને દુર્ગંધની સમસ્યાથી લોકો ત્રાસી ગયા છે અને હવે જન આંદોલનની ચીમકી આપી રહ્યા છે. જો તાત્કાલિક અસરથી પ્રજાને પડતી આ મુશ્કેલીનો અંત ન આવે તો જનઆંદોલનમાં ના છુટકે જોડાવાની ચીમકી વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ આપી છે.
ધારાસભ્ય કાનાણીએ આજે મનપા કમિશનરને લેખિત પત્ર પાઠવ્યો છે. વર્ષોની રજૂઆત છતાં ખાડીના ત્રાસમાંથી લોકોને કાયમી રાહત મળી નથી. તંત્ર દ્વારા વારંવારની રજૂઆતો છતાં કામગીરીનો રિપોર્ટ આપવામાં આવતો નથી અને મૌખીક રીતે કામ ચાલુ છે અને ઝડપથી પતી જશે તેવા જવાબો છેલ્લા કેટલાય વખતથી મળી રહ્યા છે.
હવે લોકોની ધીરજ ખુટી ગઈ છે અને પ્રશ્ન હલ ન થવાનો હોય તો લોકો દ્વારા જન આંદોલનની ચીમકી આપવામાં આવી રહી છે. મારા મત વિસ્તારના લોકોને સમસ્યાનું તાત્કાલિક હલ ન થાય તો ધારાસભ્ય કાનાણીએ પણ આંદોલનનો ભાગ બનવાની ચીમકી આપી છે.