Surat : આનંદીબેન પટેલે કર્યું હતું ભુમીપુજન હવે ભુપેન્દ્ર પટેલ કરશે કોર્પોરેશનની અત્યાધુનિક બિલ્ડિંગનું ખાતમુહૂર્ત
1344 કરોડના ખર્ચે રિંગરોડ (RingRoad) સબજેલવાળી જમીન પર સુચિત મનપાના(SMC) મહત્વકાંક્ષી વહીવટી ભવન પ્રોજેક્ટના(Project) ટેન્ડર મંજૂર થયા બાદ હવે આગામી 27 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રોજેક્ટના બાંધકામ માટે ખાતમુર્હુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મનપાના સુચિત વહીવટી ભવન પ્રોજેક્ટના ખાતમુર્હુત ઉપરાંત મનપાના અન્ય પ્રોજેક્ટોના ખાતમુર્હુત લોકાર્પણ, આવાસોના ડ્રો જેવા અન્ય પ્રોજેક્ટો પણ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સમાવિષ્ટ કરવાની કવાયત થઈ રહી છે.
રિંગરોડ-સબજેલવાળી જમીન પર સુચિત મનપાના વહીવટી ભવન પ્રોજેક્ટનું ભૂમિપુજન પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ઓક્ટોબર 2015માં કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ પ્રોજેક્ટ બિલ્ડિંગની ઊંચાઈ બાબતે ઊભા થયેલ રાજકીય મતમતાંતરોને કારણે ડિઝાઈન જ તૈયાર શકી ન હતી. સી.આર. પાટિલના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ વડા પ્રધાન સુધી સુરત મનપાના સુચિત વહીવટી ભવનની ડિઝાઈનની પ્રેઝન્ટેશન કરાયું હતું અને વડાપ્રધાનના સૂચન મુજબ છેવટે ગ્રાઉન્ડ +28 માળના બે ટાવર ઊભા કરવાનો નક્કી થયું હતું. એક બિલ્ડિંગ એક્સક્લુઝિવ રીતે સુરત મનપા માટે રાખવામાં આવશે. જ્યારે અન્ય ભવનમાં સુરત સ્થિત રાજ્ય, કેન્દ્ર સરકારને વિવિધ કચેરીઓ માટે ફાળવવામાં આવશે. એક જ કેમ્પસમાં મોટાભાગના સરકારી વિભાગો આમેજ થઈ જાય તેવા કન્સેપ્ટ સાથે પ્રોજેક્ટનું પ્લાનિંગ કરાયું છે.
સાત વર્ષ પહેલા પ્રોજેક્ટનું ભુમીપુજન તત્કાલીન મુખ્યમંત્રી આનંદી પટેલના હસ્તે કરાયું હતું અને હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે તેનું ખાતમુહૂર્ત કરાશે.