સુરતના જમણ પર તૈયાર થયું આખેઆખું રેપ સોંગ : સાંભળીને તમને પણ પડી જશે મજા

0

હીરાની ચમકથી ઝળહળતું સુરત શહેર સમગ્ર વિશ્વમાં સુરતની વાનગી માટે પણ વર્ષોથી જાણીતું છે.”સુરતનું જમણ અને કાશીનું મરણ” ખુબ જ પ્રસિધ્ધ પામેલ આ કેહવત એ સત્ય હકીકત પણ છે.કારણે વાનગીઓની સૌથી વધુ અને અવનવી વેરાયટી જો કશે મળતી હોય તો તેમાં પણ સુરત શહેરનું નામ પ્રથમ આવે,ત્યારે સુરતની ઓળખ સમાન અને લોકપ્રિય વાનગીઓ પર સુરતના એક ગ્રુપ દ્વારા એક સુંદર ગીત તૈયાર કરવામાં આવ્યું છે જે હાલ શોસીયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યું છે.

સુરતના ફેમ ફેક્ટરી પ્રોડક્શન હાઉસ દ્વારા રજૂ કરાયેલા આ ગીતમાં નવા સુરતની જૂની ગલીઓમાં વર્ષોથી જાણીતી વાનગીઓને રજૂ કરવામાં આવી છે. આ ગીતમાં શહેરની કઇ જગ્યાએ કયું ફૂડ ફેમસ છે તેની શરૂઆત સુરતી પ્રખ્યાત લોચો થી કરવામાં આવી છે.સાથે જ ડુમ્મસના ભજીયા, સલાબતપુરાના સિન્ડિકેટના સમોસા, વૈશાલી વડાપાવ ,સુરતી પેટીસ, જમનાદાસની ઘારી, રાંદેરની આલુપુરી અને ખાવસા સહિત સુરતીઓના ફેવરીટ સોસીયો પીણા સુધીની સુરતની દરેક જાણીતી લારી, રેસ્ટોરન્ટ, અને વાનગીઓને ગીત દ્વારા લોકો સુધી પહોચાડવાનો સુંદર રીતે પ્રયાસ કરાયો છે.

YouTube video

આ ગીતના પોડ્યુસર રક્ષા બારૈયા જણાવે છે કે આજકાલ નવાસવા ટ્રેન્ડમાં આવેલા ફૂડ બ્લોગર જ્યારે કહે છે કે આવો તમને સુરતનું યુનિક ફૂડ બતાવું! ત્યારે વિચાર આવે છે કે આ પેઢીએ સુરતનું ફૂડ કલ્ચર જોયું છે ખરું! માત્ર ચીઝ કે મેયોમાં લપેટાયેલી વાનગીઓ યુનિક લાગતી હોય એમણે ચોક્કસ સુરતનું આ ફૂડ સોંગ જોવું રહ્યું. એકવાર સુરતમાં રહ્યા હોય એ પછી દુનિયાના કોઇપણ ખૂણે જાય સુરતની વાનગીઓનો સ્વાદ કાયમ એની દાઢે વળગેલો રહેશે. સુરતનું લારી કલ્ચર પણ વાનગીઓના વૈવિધ્યમાં એટલું આગળ છે કે ફાઈવ સ્ટાર હોટલના મેનુ સાથે પણ હરીફાઈ કરી શકે.

આ વિચાર સાથે ફેમ ફેકટરી પ્રોડ્યકશન હાઉસ દ્વારા સુરતના ફૂડ કલ્ચરને નવી પેઢી સમક્ષ એમની ગમતી રીતે રજૂ કરવાનો વિચાર સાથે તેઓએ આ ગીત તૈયાર કર્યું છે.ગીતના શબ્દો અને સ્વર આર જે રોશનના છે. ગીતના પ્રોડ્યુસર ફેમ ફેકટરી, રક્ષા બારૈયા છે.

ભારતના ઘણા બધા રાજ્યના લોકો સુરતમાં આવી વસે છે.એટલે સ્વાભાવિક રીતે અહીં દરેક રાજ્યની વખણાતી વાનગીઓ ખાવા અને એ પણ તેના મૂળભૂત સ્વાદ સાથે સુરતી ટેસ્ટમા મળી રહે છે.સુરતની ઘારી,ઊંધીયું , ફરસાણ સહિત બીજી ધણી વાનગીઓ ફેમસ છે. અને વારે-તહેવારે સુરતના લોકો ખાવા માટે લારી,રેસ્ટોરન્ટ કે પીપલોદ ગૌરવપથ રોડ ઉપર પણ ફૂટપાથ ઉપર બેસીને પરિવાર સાથે ખાતા દેખાય છે. ત્યારે બ્લોગિંગના આ સમયમાં બદલાતા ટ્રેન્ડ વચ્ચે સુરતીઓની ઓળખ નવી પેઢી સુધી પણ પહોંચે તે વિચાર સાથે “સુરતનું જમણ” તૈયાર કરાયું છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *