એક હાથ વગરના ચેઇન સ્નેચરને પોલીસે ગણતરીના કલાકમાં જ પકડી લીધો
સ્નેચીંગની(Snatching) ઘટનાઓ યથાવત છે.સ્નેચરો એક પછી એક લોકોને નિશાનો બનાવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.દરમિયાન કતારગામ વિસ્તરામાંથી એક એવી ઘટના સામે આવી છે,જ્યા એક હાથ વગરના સ્નેચર અને તેના સાથીએ બાઈક ઉપર આવી વૃદ્ધાને નિશાનો બનાવ તેના ગળામાંથી સોનાઓ પેન્ડલ તોડીને ભાગી છૂટયા હતા.
કતારગામ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફુલપાડા રોડ ખાતે આવેલ મહાકાળી એપાર્ટમેન્ટમાં રહેતા 67 વર્ષીય કુસુમબેન બળવંતભાઈ ખત્રી 14 મી રાત્રે 10.30 થી 10.45 વાગ્યાના અરસામાં ફુલપાડા મેઈન રોડ પર આવેલ પારુલ ડેરીની સામેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલા બે બદમાશો તેમના ગળામાંથી રૂ.50 હજારની કિંમતનું સોનાનું પેન્ડલ તોડીને ભાગી છૂટ્યા હતા.એટલું જ નહીં આશ્ચર્યની વાત તો એ હતી કે બાઈક ઉપર આવેલા બે સ્નેચરો પૈકી એક સ્નેચરોને ડાબો હાથ નહીં હતો.બનાવ અંગે કુસુમબેનની ફરિયાદ લઈ કતારગામ પોલીસે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
જોકે કતારગામ પોલીસને ફરિયાદ મળતાની સાથે જ પોલીસે આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરી હતી. અને ગણતરીના સમયમાં જ બંને આરોપીઓને પકડી પાડ્યા હતા.