સુરતમાં પણ તથ્યવાળી ઘટના : ઓવરસ્પીડ ફોરવ્હીલ ચાલકે બાઈકસ્વારોને લીધા અડફેટે

0
An accident also happened in Surat: Overspeeding four wheeler driver collided with bikers

An accident also happened in Surat: Overspeeding four wheeler driver collided with bikers

સુરતમાં પણ તથ્યવાળી ઘટના બનતા બનતા રહી ગઈ છે. મોડી રાત્રે સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક નબીરાએ બેફામ ફોર વ્હીલ હંકારીને 3 થી 4 જેટલી ટુ વ્હીલર ગાડીઓને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જ્યો હતો. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ સ્નેહમુદ્રા સોસાયટી પાસે એક સ્વીફ્ટ કાર ચાલકે પુરપાટ ઝડપે ગાડી હંકારી મોટો અકસ્માત સર્જ્યો હતો. અંદાજે 3 થી 4 બાઈક સવારોને તેણે અડફેટમાં લીધા હતા.

ઇજાગ્રસ્તોનાં જણાવ્યા પ્રમાણે એક ફોર વ્હીલ ચાલકે અંદાજે 120 થી 130ની ઝડપે ગાડી ચલાવી તેમને અડફેટમાં લીધા હતા. તેમના કહેવા પ્રમાણે અંદાજે પાંચથી સાત વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આ ઘટનાને નજરે જોનારના જણાવ્યા પ્રમાણે ગાડી ઓવરસ્પીડમાં હતી. તેણે અકસ્માત સર્જ્યો જે બાદ લોકોએ ફોર વ્હીલ ચાલકને પકડીને બરાબર મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. આ ઘટના રાત્રે 11 વાગ્યાની આસપાસ બની હતી. કારચાલક નશાની હાલતમાં હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *