સામાન્ય માણસને વધુ એક ઝટકો: દૂધ બાદ હવે અમૂલ ઘીના ભાવમાં કમરતોડ વધારો
દૂધ અને ઘીના ભાવમાં ટૂંકાગાળામાં ભારે વધારો થતાં અચ્છે દિન પૂરે હોય ગયે જેવું લાગી રહ્યું છે. ગરીબ વર્ગ માટે ઘી હવે દીવાસ્વપ્ર બનતું જાય છે. પહેલેથી જ મોંઘવારીએ માઝા મુકી ત્યાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુ – ગણાતા દૂધ – ઘીના ભાવોમાં વધારો કરતાં પડતા પર પાટુ પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.
અમુલ લુઝ્ ઘીનાં ભાવમાં કિલોએ ૨૮ રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ૧૫ કિલોના ટીનમાં ૪૨૦ રૂપિયા વધી ગયા છે. છેલ્લા ત્રણ મહિનામાં એક કિલો પર રૂ. ૩૫નો અને ૧૫ કિલોના ડબ્બાએ રૂ. ૫૨૫નો વધારો થયો છે. આમ વર્ષ ૨૦૨૨માં લુઝ ઘીમાં સાત વખત ભાવ વધારો થયો હતો સાબરડેરી કમર્ચારી મંડળી દ્વારા અમુલ લુઝ ઘીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં સાબરડેરી દ્વારા અમુલ લુઝ ઘીમાં વર્ષ૨૦૨૨માં સાત વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે.
દિવસે દિવસે ઘાસચારો, દાણના ભાવ તેમજ ગાય-ભેંસોની કિંમતોમાં સતત ભાવ વધારો થઇ રહ્યો છે. આ જ કારણસર ખેતી તથા પશુપાલન તરફ ગ્રામીણ વિસ્તારના લોકોમાં રૂચિ ઘટતી રહી છે. આનાથી દિન-પ્રતિદિન પશુપાલનો વ્યવસાય પણ તુટી રહ્યો છે. સરકાર દ્વારા આ અંગે ચિંતન કરીને પશુપાલકોનાહિતમાં યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે. કારણ કે, ખેડતોને આ ભાવમાં ભારે નુકશાન થઈ રહ્યું છે અને તેમની આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઇ રહી છે.