ગેરરીતિ ડામવા ગુજરાતના તમામ અનાજના ગોડાઉનો હવે CCTVથી સજજ થશે
ગેરરીતિ ડામવા રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના તમામ ૨૪૮ ગોડાઉનમાં આશરે ૬૦૦૦ કેમેરા લગાવી પણ દેવામાં આવ્યા છે. એટલું જ નહીં જિલ્લા લેવલે આ કેમેરના મોનિટરિંગ સ્ક્રિન પણ લગાવી દેવામાં આવી છે ત્યારે રાજ્ય લેવલે હેડ ઓફિસમાં સેન્ટ્રલ કમાન્ડ કંટ્રોલ રૂમ તૈયાર કરાઈ રહ્યો છે. જ્યાં રાજ્યના તમામ ગોડાઉનનું મોનિટરિંગ થશે.
સરકારી ગોડાઉનમાંથી સગેવગે થતુ અનાજ અટકાવવા અને ગેરરીતિઓને નાથવા માટે અન્ન અને નાગરિક પુરવઠા નિગમ હવે આધુનિક સાધનોથી આ દુષણ સામે સ થશે. રાજ્યના પુરવઠા હસ્તકના તમામ ગોડાઉનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેનુ સીધુ મોનિટરીંગ ગાંધીનગર ખાતેબનનારા કમાંડ એંડ કંટ્રોલ સેંટરથી કરાશે.
સસ્તા અનાજમાં મોટાપાયે ભ્રષ્ટાચારની રાવ બાદ હવે અંદાજે ૧૦૦ કરોડના ખર્ચે રાજ્યના તમામ પુરવઠા વિભાગના ગોડાઉન પર સીસીટીવી કેમેરા લગાવાનુ કામ પુર્ણ થવાના આરે છે. ગોડાઉનમાં લગાવેલા કેમેરાનુ સીધુ મોનિટરીંગ ગોડાઉન મેનેજર અને જીલ્લા પુરવઠા અધિકારીની કચેરીથી કરી શકાશે. સાથે જ ગાંધીનગર પુરવઠાનિગમની કચેરીમા પણ એક સેંટ્રલ કંટ્રોલ રૂમ તૈયાર કરાઈ રહ્યો છે. જેમા દેશની બીજી સૌથી મોટી સ્ક્રીન લગાવાની તૈયારી કરાઈ રહી છે. જેમાં ગોડાઉનમાં આવતા વાહનો અને તેના જથ્થા પર નજર રખાશે.વધુમાં પુરવઠા વિભાગના વાહનોને પણ જીથી સજ્જ કરાશે. જ્યા ગોડાઉનની તમામ હિલચાલ પર નજર રાખવામાં આવશે. ગત વર્ષે અંદાજે ૫૦ હજાર બોરીમાંથી અંદાજે ૨૫૦૦ મેટ્રિક ટન જેટલો જથ્થો સગેવગે થયો હતો.
અંદાજે ૧૦૦ કરોડના ખર્ચે રાજ્યના તમામ પુરવઠા વિભાગના ગોડાઉન પર સીસીટીવી કેમેરા લગાવાનુ કામ પુર્ણ થવાના આરે છે