‘બદલો લઈને રહીશું’- અતીક-અશરફ અહેમદની હત્યા પર અલ કાયદાએ ભારતને આપી ધમકી

0

Atiq-Ashraf Murder: કુખ્યાત આતંકવાદી સંગઠન અલ-કાયદાએ માફિયા ડોન અને બાહુબલી અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની હત્યાને લઈને ભારતને ધમકી આપી છે.  એટલું જ નહીં અલ-કાયદાએ અતીક અહેમદને શહીદ પણ જાહેર કર્યો છે.  અલ-કાયદાએ કહ્યું છે કે અમે ભારત પાસેથી અતીક અને અશરફ અહેમદના મોતનો બદલો લઈશું.

અલ-કાયદાએ સાત પાના જારી કરીને કહ્યું કે તે આ ‘નરસંહાર’નો બદલો લેશે. અલ-કાયદાએ પોતાના ઈદ સંદેશમાં બિહાર હિંસાનો પણ ઉલ્લેખ કર્યો છે. અલ-કાયદાએ કહ્યું છે કે બિહાર અને કાશ્મીરમાં મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અલ-કાયદાએ ભારત ઉપરાંત પાડોશી દેશો પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, સાઉદી, યમન અને અમેરિકામાં પણ આત્મઘાતી હુમલા કરવાની ધમકી આપી છે.

ગયા વર્ષે પણ આપી હતી ધમકી

અલકાયદાએ ગયા વર્ષે પણ ભારતમાં આત્મઘાતી હુમલા કરવાની ધમકી આપી હતી. પયગંબર મોહમ્મદ પર કરવામાં આવેલી કથિત ટિપ્પણીઓને લઈને અલ કાયદાએ કહ્યું હતું કે અમે પ્રોફેટની ગરિમા માટે લડવા માટે તૈયાર છીએ. ત્યારે અલ કાયદાએ રાજધાની દિલ્હી, મુંબઈ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં હુમલા કરવાની ધમકી આપી હતી.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *