જીયા ખાનની આત્મહત્યા બાદ સૂરજ પંચોલી આ યુવતી સાથે છેલ્લા 7 વર્ષથી છે પ્રેમ સંબંધમાં
જિયા ખાન(Jiah Khan) આત્મહત્યા કેસમાં ક્લીનચીટ મળ્યા બાદ, સૂરજ પંચોલી તેના અંગત જીવનમાં સકારાત્મક અભિગમ સાથે આગળ વધી રહ્યો છે. અનેક ઈન્ટરવ્યુમાં પોતાના જીવનની આ દુર્ઘટના વિશે વાત કરવા ઉપરાંત તેણે પોતાના અફેર વિશે પણ ખુલીને વાત કરી હતી. સૂરજ પંચોલીના જણાવ્યા અનુસાર, હવે તે સ્વસ્થ થઇ ગયો છે અને છેલ્લા 7 વર્ષથી રિલેશનશિપમાં છે. તમને જણાવી દઈએ કે સૂરજ પહેલા પણ કેટલાક પ્રસંગો પર તેના સંબંધો વિશે સંકેત આપી ચૂક્યો છે.
તાજેતરના એક ઈન્ટરવ્યુમાં સૂરજ પંચોલીએ પોતાના સંબંધો અને અંગત જીવન વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે જીયા ખાન સાથે મારો સંબંધ સૌથી ઓછા સમય માટે હતો. તે પછી પણ હું રિલેશનશિપમાં છું. અને હું 7 વર્ષથી આ સંબંધમાં છું. મારા જીવનમાં જેટલા પણ સંબંધો રહ્યા છે તેમાંથી સૌથી ટૂંકા સમય માટેનો સંબંધ જીયા ખાન સાથે હતો.
સૂરજે આગળ કહ્યું કે- હું 7 વર્ષથી ખૂબ જ સુંદર સંબંધમાં છું. સાચા પ્રેમ અને કાળજીની તુલના વિશ્વમાં કોઈ નથી. જ્યારે તમે કોઈ પાસેથી પ્રેમ મેળવો છો અને બદલામાં આપો છો ત્યારે તે એક સુખદ અનુભૂતિ છે. મારા માટે આ સંબંધ ખૂબ જ ખાસ અને અંગત પણ છે. શક્ય છે કે લોકોમાં મારા વિશે એવી ધારણા હોય કે હું ખરાબ પ્રેમી છું, પણ એવું નથી. જે લોકો મને નજીકથી ઓળખે છે તેઓ મને વધુ સારી રીતે ઓળખે છે. મારી છબીને ખોટી રીતે સમજવામાં આવી છે.
ગર્લફ્રેન્ડની ઓળખ જાહેર કરવામાં આવી નથી
જો કે, સૂરજ પંચોલીએ તેની ગર્લફ્રેન્ડ વિશે વધુ ખુલાસો કર્યો ન હતો અને તેને વ્યક્તિગત રાખવું જરૂરી માન્યું હતું. જ્યારે તેને પૂછવામાં આવ્યું તો તેણે સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે તે ઓળખ જાહેર કરી શકે નહીં. હું મારા સંબંધોને ખાનગી રાખવા માંગુ છું કારણ કે મારા અંગત જીવન વિશે પહેલાથી જ સારી વાતો ફેલાવવામાં આવી નથી.