Surat:હત્યા કર્યા બાદ હત્યારો લાશને ખભે લઈ દોડ્યો,જુઓ CCTV

0

સુરતમાં હત્યા કર્યા બાદ હત્યારો લાશને ખભે લઈ દોડતો વિડિયોમા કેદ :હચમચાવી દેતા સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

સુરતમાં દિનપ્રતિદિન હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારો એટલા બેફામ બન્યા છે કે નજીવી બાબતમાં પણ હત્યાને અંજામ આપતા અચકાતા નથી ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે જે તમને હચમચાવી દે તેઓ છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે હત્યા કર્યા બાદ હત્યારો મૃતદેહ લઈને દોડી રહ્યો છે. બનાવ સુરતના સરથાણા વિસ્તારમાં બન્યો હતો જ્યાં રાત્રે મોડે આવવા જેવી નજીક બાબતમાં ઝઘડો થતાં ડ્રાઇવરે કંડકટરની હત્યા કરી હતી અને ત્યારબાદ તેની લાશ લઈને દોડતા સીસીટીવી વિડિયો સામે આવ્યો છે

સુરતના સીમાડા નાકા પાસે આવેલી આશાદીપ સ્કુલના પાર્કિંગમાં પતરાની રૂમમાં રહેતા સ્કુલ બસના ડ્રાઈવરે બસના કંડકટરની હત્યા કરી નાખી હતી આ સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો આ ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. તેમજ આરોપી દરરોજ રાતે મોડો આવી રૂમનો દરવાજો જોરથી ખખડાવતો હોવાની વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડો હત્યાનું કારણ બન્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું

સુરતના સીમાડા નાકા પાસે આવેલ આશાદીપ સ્કૂલના પાર્કિંગમાં એક રૂમમાં ડ્રાઇવર તરીકે સોહીલ સુબેદાર અને કંડકટર તરીકે નોકરી કરતા કલ્પેશકુમાર રમેશચંદ્ર ઉપાધ્યાય બંને સાથે રહેતા હતા. ડ્રાઇવર સોહિલ રોજ રાતના મોડો આવતો હોય અને જોર જોરથી દરવાજો ખખડાવતો હોય બંને વચ્ચે ઝગડો થયો હતો. જ્યાં ડ્રાઇવરે રોષે ભરાઈ લોખંડના સળિયા વડે કંડકટરની માર મારી તેને લોહી લુહાણ કરી નાખ્યો હતો અને ત્યારબાદ કંડકટરને હોસ્પિટલ મૂકી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં કંડકટરનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી છે.

આ ઘટનામાં હત્યા કર્યા બાદ આ હત્યારો મૃતદેને લઈને જઈ રહ્યો હોવાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે. જેમાં હત્યારો લાશને ખભે નાખી દોડતો દેખાઈ રહ્યો છે આ સીસીટીવી ફૂટેજ હચમચાવી દે તેવા છે. હત્યારાની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તે મૃતદેહને હોસ્પિટલ લઈને જઈ રહ્યો હતો. અને હોસ્પિટલમાં મૂકી ફરાર થઈ ગયો હતો. જોકે હાલ આ હત્યારો હવાલાત મા છે અને પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *