Surat: વકીલની ઓળખ આપી ઉધનાની યુવતી સાથે લગ્ન કરી યુવક ૨.૧૮ લાખની છેતરપિંડી કરી ફરાર

0

વકીલની ઓળખ આપી ઉધનાની યુવતી સાથે લગ્ન યુવક ૨.૧૮ લાખ છેતરપિંડી કરી ફરાર

ઈડર ખાતે રહેતા યુવકે વકીલની ઓળખ આપી સુરત ઉધના ખાતે રહેતી યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારીયો હતો એટલું જ નહીં લગ્ન કરી ગાંધીનગર ખાતે મકાન લઈ ત્યાં રહેવાનું જણાવી યુવતી પાસેથી સામાન લેવાના બહાને યુવકે ૨.૧૮ લાખ પડાવી લીધા હતા.આ અંગે યુવતીએ ફરિયાદ આપતા ઉધના પોલીસે યુવક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે

ઉધના પોલીસ સ્ટેશનમાં ઈડર ખાતે બળવાવ રોડ નવરાત્રી ચોકપાસે શિખર સોસાયટીમાં રહેતા રોહિત કુમાર જેઠા પરમાર સામે સુરતની યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તારીખ ૨૦/૫ /૨૦૨૨ ના રોજ રોહિત પરમાર એ યુવતીને ફોન કરી પોતે એડવોકેટ હોવાની ઓળખ આપી હતી ત્યારબાદ અવારનવાર ફોન કરી તેને પ્રેમ જાણમાં ફસાવી હતી અને લગ્ન કરવાની લાલચ આપી લોભાવાણી વાતો કરી કોર્ટ મેરેજ કરવા માટે મોબાઈલ દ્વારા ૧૪ /૬ /૨૦૨૨ ના રોજ સુરત થી ઈડરની ટ્રાવેલ્સ ની ટિકિટ બુક પણ કરાવી આપી હતી અને યુવતીને ઈડર ખાતે બોલાવે ત્યાંથી તેઓ દર્શન કરવા માટે શામળાજી ખાતે પણ ગયા હતા ત્યાં હોટલમાં રૂમબુક કરાવી બંને રાત્રી રોકાણ પણ કર્યો હતો તે દરમિયાન રોહિત પરમારે લગ્ન કરવાની લાલચ આપી સેક્સની માંગણી કરી હતી અને લગ્નની લાલચે બળજબરીથી રોહિત પાંચ વખત યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા

ત્યારબાદ લગ્ન કરી ગાંધીનગર ખાતે મકાન લઈ રહેવાનું જણાવી ઘરવખરીનો સામાન લેવાના બહાને યુવતી પાસેથી રૂ. ૨. ૧૮ લાખ ઓનલાઇન પણ ટ્રાન્સફર કરાવી લીધા હતા એટલું જ નહીં હજુ પણ રોહિત યુવતી પાસે પૈસાની માંગણી કરતો હતો જેથી યુવતીએ પૈસા આપવાની ના પાડતા તેણીને બદનામ કરવાની ધમકી આપી હતી અને તેણીના માતા-પિતાને પણ ગાળો આપી હતી આમ રોહિતે લગ્ન કરવાની લાલચે યુવતી પાસેથી રૂ.૨.૧૮ લાખ પડાવી લીધા હતા જે પૈસાની યુવતીએ પરત માંગણી કરતા જ્યાં નથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે યુવતીએ રોહિત પરમાર સામે ફરિયાદ આપતા પોલીસે તેની સામે બળાત્કાર સહિતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *