Surat:પ્રેમ સંબંધમાં ગર્ભવતી થયેલી સગીરાનો ગર્ભપાત કરાવી યુવકે તરછોડી
પ્રેમ સંબંધમાં ગર્ભવતી થયેલી સગીરાનનો ગર્ભપાત કરાવી યુવકે તરછોડી: સગીરાએ નોંધાવી પોલીસ ફરિયાદ
ગોડાદરા ખાતે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી યુવકે શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દઈ ગર્ભપાત કરાવી તરછોડી દેતા તેની સામે પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.
ગોડાદરા પોલીસ સ્ટેશનમાં એક સગીરાએ સ્થાનિક વિસ્તારમાં મંગલ પાંડે હોલ સામે શક્તિ વિજય સોસાયટીમાં રહેતા જયસિંહ કમલેશ યાદવ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી સગીરાનો જયસિંગ સાથે સોશિયલ મીડિયાના ફેસબુક માધ્યમથી મિત્રતા થઈ હતી. બંને વચ્ચે થયેલી વાતચીતમાં સગીરાને પ્રેમમાં ફસાવી હતી.
લગ્નની લાલચ આપી સગીરા સાથે અવાર નવાર જયસિંગએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેથી સગીરા ગર્ભવતી બની ગઈ હતી. જે છુપાવવા માટે જયસિંગએ તેણીનો ગર્ભપાત પણ કરાવી નખાયો હતો અને તેણીને તરછોડી દઈ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી સગીરાએ જય સામે ગોડાદરા પોલીસને નોંધાવેલી ફરિયાદમુજબ પોલીસે તેની સામે બળાત્કાર અને પોકસો એક્ટનો ગુનો નોંધી કાયદેસ૨ની કાર્યવાહી શરૂ કરી છે.