ઉતરાયણ બાદ પણ પતંગના દોરાએ લીધો યુવકનો ભોગ :ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થતી વેળાએ ગળું કપાયું
ઉતરાયણ પર્વના 15 દિવસ બાદ પણ પતંગના દોરાથી કપાવવા ના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ફરી એક વખત સુરતમાં પાંડેસરા નજીક ફ્લાયઓવર બ્રિજ ઉપરથી પસાર થતાં વ્યક્તિનું પતંગના દોરાથી ગળું કપાયું હતું. જેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.
સુરતના પાંડેસરા વિસ્તારના ફલાઇ ઓવર બ્રિજ પરથી પસાર થતી વખતે એક 38 વર્ષીય યુવકનું પતંગના દોરાથી ગળું કપાયું હતું. આ યુવક પોતાના ભાઈને મળવા જઈ રહ્યો હતો.તે દરમ્યાન આ અકસ્માત સર્જાયો હતો. જેથી તેને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.ઘટના અંગેની જાણ થતા યુવકનો પરિવાર અને મિત્રો હોસ્પિટલ દોડી આવ્યા હતા.મૃતક પોતાના મોટા ભાઈને મળવા જતો હતો પરંતુ ત્યાં પહોંચે તે પહેલાજ પતંગના દોરા ને કારણે તે કાળનો કોળિયો બની જવા પામ્યો છે.
અકમલ અંગે તેના નજીકના મિત્રએ જણાવ્યું હતું કે તે પાંડેસરા વિસ્તારના બમરોલી રોડ કૈલાશ નગર નજીક મહાદેવ નગર ખાતે રહેતો હતો. અને સુરતમાં રોજેરોટી અર્થે આવ્યો હતો. તેના પરિવારમાં ભાઈ બહેન અને માતા પિતા છે.અક્લમના માતા પિતા અને બહેન વતનમાં રહે છે જ્યારે અકમલ અને તેનો મોટો ભાઈ સુરતમાં રહી પરિવારને મદદરૂપ થાય છે. અકમલ સાડીમાં સ્ટોન ચોટાડવાનું કામ કરતો હતો.પરંતુ પતંગના દોરાએ આ પરિવારના આશાસ્પદ અને જુવાન દીકરાનો ભોગ લીધો છે.