ગુજરાતની 15 જેલોમાં કેદ છે કુલ 255 વિદેશ કેદીઓ : સૌથી વધુ સંખ્યા પાકિસ્તાનીઓની
પોલીસ(Police) અને દરિયાકાંઠાના વિભાગો પણ રાજ્યમાં ડ્રગ્સના નેટવર્કને જડમૂળથી ઉખેડવાના પ્રયાસો કરી રહ્યા છે. કરોડો રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવા સાથે અનેક આરોપીઓને જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવ્યા છે. જેમાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. રાજ્યની જેલોમાં વિદેશી કેદીઓની સંખ્યા સતત વધી રહી છે. હાલ રાજ્યની જેલોમાં કુલ 255 વિદેશી કેદીઓ છે. તેમાં સૌથી વધુ સંખ્યા પાકિસ્તાનીઓની છે.
રાજ્ય પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, ભારતમાં છેલ્લા કેટલાક સમયથી વિદેશી નાગરિકોની ગુનામાં સંડોવણીના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ખાસ કરીને વિદેશીઓ ડ્રગ્સ નેટવર્ક, સાયબર ક્રાઈમ, માનવ તસ્કરી જેવા ગુનાઓમાં પકડાયા છે. આ ઉપરાંત દરિયામાં સરહદ પાર કરતા પાકિસ્તાની પણ ઝડપાયા છે. હાલમાં રાજ્યની 32 જેલોમાંથી 15 જેલમાં કુલ 255 વિદેશી કેદીઓ છે. જેમાં પાકિસ્તાનના 136, ઈરાનના 35 અને બાંગ્લાદેશના 30 આરોપીઓ સામેલ છે.
ગુજરાતની કઈ જેલમાં કેટલા વિદેશીઓ કેદ છે?
અમદાવાદ સેન્ટ્રલ 47
અમદાવાદ મહિલા જેલ 03
વડોદરા સેન્ટ્રલ જેલ 11
વડોદરા મહિલા જેલ 01
લાજપોર સેન્ટ્રલ જેલ 09
રાજકોટ સેન્ટ્રલ જેલ 39
પાલારા ખાસ જેલ-ભુજ 72
પોરબંદર ખાસ જેલ 39
ગલપાદર જિલ્લા પ્રા. 02
ભરૂચ જિલ્લા જેલ 04
જામનગર જિલ્લા જેલ 15
પાલનપુર જિલ્લા જેલ 01
નડિયાદ જિલ્લા જેલ 01
નવસારી સબ જેલ 03
મોરબી સબ જેલ 08
ડ્રગ્સ નેટવર્ક કેસમાં પકડાયો
પાકિસ્તાની કેદીઓ પર ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા અને દરિયામાં સરહદ પાર કરવાનો આરોપ છે. તે જ સમયે, ઇરાની કેદીઓ ડ્રગ્સ નેટવર્ક કેસમાં પકડાયા છે. જ્યારે બાંગ્લાદેશીઓમાં માનવ તસ્કરી, ભારતમાં ગેરકાયદેસર રોકાણ અને ભારતીય નાગરિકની ઓળખના નકલી દસ્તાવેજો બનાવવાના કેસમાં આરોપીઓનો સમાવેશ થાય છે.