રખડતા કુતરાઓને પકડ્યા બાદની વ્યવસ્થા સમજવા કોર્પોરેશનની ટિમ જોધપુર અને હૈદરાબાદ જશે

0
A team of the corporation will go to Jodhpur and Hyderabad to understand the system after catching the stray dogs.

A team of the corporation will go to Jodhpur and Hyderabad to understand the system after catching the stray dogs.

શહેરમાં રખડતાં કૂતરાંઓ (Dogs) દ્વારા કરડવાની વધતી ઘટનાઓને કારણે છેલ્લાં કેટલાંય દિવસોથી શહેરભરમાંથી મનપા(SMC) તંત્ર પર પસ્તાળ પડી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા ટીમો વધારી તથા કૂતરા પકડવાના પાંજરાની સંખ્યા વધારી કામગીરી શરુ કરી છે, પરંતુ મનપા પાસે પકડાયેલા કૂતરાંઓ રાખવા માટે તથા ખસીકરણ કરાયેલ કૂતરાંઓ રાખવા માટેની જગ્યા મર્યાદિત છે. દરમિયાન મનપાના માર્કેટ વિભાગ દ્વારા રાજસ્થાનના જોધપુર તથા હૈદરાબાદ કૂતરા પકડ્યા બાદ રાખવા માટેની વ્યવસ્થાના અભ્યાસ માટે જવાનું નક્કી કરાયું છે.

મનપાના માર્કેટ સુપ્રિટેન્ડન્ટ સહિતની ટીમ આજે જોધપુર જવા રવાના થઇ છે. જોધપુરમાં કુત્તેવાડા નામક જગ્યામાં 10 હજારથી વધુ કૂતરાંઓને રાખવાની વ્યવસ્થા હોવાની મળેલી માહિતીના આધારે મનપાની ટીમ આવતીકાલે જોધપુર પહોંચશે. જોધપુર પહોંચ્યા બાદ પકડેલા કૂતરાં માટે કરવામાં આવેલી વ્યવસ્થાનો અભ્યાસ કરશે.

જોકે, જોધપુર જેવા નાના શહેરમાં 10 હજારથી વધુ કૂતરાંઓને રાખવાની વ્યવસ્થા હોય, તેવી શક્યતા ઓછી છે. જોધપુર બાદ બે-ચાર દિવસોમાં માર્કેટ વિભાગની ટીમ હૈદરાબાદ જનાર છે. હૈદરાબાદનો પણ પકડેલાં કૂતરાઓ રાખવા માટેની ખૂબ સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોવાની માહિતીને આધારે માર્કેટ વિભાગની ટીમે આગામી દિવસોમાં હૈદરાબાદ વિઝિટ પર જવાનું પણ નક્કી કર્યુ છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *