Surat:શિક્ષકે વટાવી વિકૃતીની હદ: આઠ વર્ષના વિદ્યાર્થી સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

શિક્ષણજગતને શર્મસાર કરતો વધુ એક કિસ્સો ફરીવાર સુરત શહેરમાંથી સામે આવ્યો છે. જ્યાં એક શિક્ષકે વિકૃતતાની તમામ હદ વટાવી વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં એક શિક્ષકે આઠ વર્ષના કિશોર ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું સામે આવતા શહેરમાં ચકચાર મચી જવા પામ્યો છે.આ સંદર્ભે કિશોરના વાલી એ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.આઠ વર્ષના કિશોર કે જે આ શિક્ષક પાસે ટ્યુશનમાં જતો હતો અને તેની સાથે આ શિક્ષકે વિકૃતિની તમામ હદ વટાવી આ પ્રકારનું કૃત્ય આચરતા લોકોમાં પણ રોષ સાથે બાળકો માટે ચિંતા ઊભી થઈ છે.

 

મળતી માહિતી મુજબ સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારના બે ભાઈઓ અભ્યાસ કરતા નથી પરંતુ માતા-પિતા નોકરી પર જતા હોય માતા બંને બાળકોને નજીકમાં આવેલા સિદ્ધિ વિનાયક ટ્યુશન ક્લાસીસ માં ભણવા માટે મૂકી જતી હતી. આ બંને ભાઈઓની ઉંમર એક ૮ વર્ષ અને બીજા ની ૧૦ વર્ષની છે. ત્યારે આ ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરતા કરાવતા ગણેશ આહિરે નામના શિક્ષકે આઠ વર્ષના વિદ્યાર્થી પર ગઈકાલે ટ્યુશનના વોશરૂમમાં જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ઘટનાને પગલે ગભરાયેલા બાળકે ઘરે જઈ આ અંગે માતા-પિતાને જાણ કરી હતી જેને પગલે તે માતા-પિતાના પગ તળિયે ની જમીન સરકી ગઈ હતી અને શિક્ષક વિરુધ ડીંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પહોંચી ગયા હતા. ઘટનાની ગંભીરતા જોતા ડીંડોલી પોલીસે ગણતરીના સમયમાં આજે વિકૃત શિક્ષકની ધરપકડ કરી છે અને આ બાબતે ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *