સુરતના પલસાણા હાઇવે પર ટેન્કર ચાલકે કારને અડફેટે લઈ ઢસડી,શું થયુ કાર ચાલકનુ? જુઓ વાયરલ વિડિયો 

0

સુરત પલસાણા હાઇવે પર આમ તો અવારનવાર બેફામ ટ્રક અને ટેન્કર ચાલકોને કારણે અકસ્માતના બનાવો બનતા રહે છે.અને તેમાં ઘણી વાર નિર્દોષ લોકો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં વધુ એક ટેન્કર ચાલકનો વિડિયો સામે આવ્યો છે.જેમાં પલસાણા હાઇવે પર ટેન્કર ચાલક એક કારને અડફેટે લઈ 500 મીટર સુધી ઢસડી જતો કેદ થયો છે. ઘટના બાદ આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો પરંતુ આંખરે  ટેન્કર ચાલક અને કારચાલક વચ્ચે સમાધાન થયું હોવાનું જણાવવામાં આવ્યું છે.

 

સુરતના પલસાણા હાઇવે પરથી ઉતારવામાં આવેલ આ વિડીયો હાલ શોશ્યલ મીડિયામાં વાયરલ થયો એક મિનીટના આ વીડિયોમાં એક ટેન્કર ચાલક ફોર વ્હીલ કારને ઢસડીને લઈ જતો દેખાઈ છે. એટલું જ નહીં સાથે એક બાઈક ચાલકને પણ અડફેટ લે છે. ત્યારે પાછળથી આવતા એક કાર ચાલક દ્વારા આ દ્રશ્યો કેમેરામાં કેદ કરી લેવામાં આવે છે. વિડીયો સામે આવતા સુરત જિલ્લા પોલીસે તપાસ હાથ ધરી કાર ચાલક સુધી પહોંચી તેને પોલીસ મથકે બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી.જ્યા પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે કાર ચાલક ગત રવિવારના રોજ મોડી સાંજે છ વાગ્યાના આસ્પાસ મુંબઈ અમદાવાદ ને.હા.48 પર પલસાણા ખાતે આવેલ ડિસન્ટ હોટલ નજીક હાઈવેના સર્વિસ રોડ પર આવી રહ્યા હતા તે સમયે તપલસાણા તરફથીકડોદરા બાજુ સર્વિસ રોડ પર જતા એક ટેન્કર ચાલકે કારને અડફટે લીધી હતી. જો કે ટેન્કર ઓછી સ્પીડમાં હોવાના કારણે ટેન્કરના આગળના ભાગે કાર અડી ગઈ હતી.અને ટેન્કર ચાલક ગભરાઈને બ્રેક મારવાની પ્રયત્ન કરતા બ્રેક લાગી ન હતી તેથી ટેન્કર ચાલક અંદાજીત 500 મીટર સુધી આ કારને ઘસડી ગયો હતો.અને બીજી બાજુ આ અકસ્માતમાં મોટરસાઇકલ ચાલક પણ અડફેટે આવતા તે મોટરસાયકલ પરથી પડી ગયો હતો જો કે તેનો આબાદ બચાવ થયો હતો. અને અંતે ટેન્કર ચાલકે ડિવાઇડર સાથે ટેન્કર દબાવી દેતા થોભી ગયું હતું.

અકસ્માતમાં કાર ચાલકને નહિવત ઇજાઓ થઇ હતી.તેમજ ટેન્કર ચાલકે કાર ચાલકને કારની નુકશાનીના રૂપિયા ચૂકવાની બાંહેધરી આપતા બન્નેએ સમાધાન થયું હતું. જેથી કાર છલકે પોલીસ ફરિયાદ આપવાનું ટાળ્યું હતું.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *