હનીટ્રેપમા ફસાતા ઘો.12ના વિદ્યાર્થીએ કર્યો હતો આપઘાત, બ્લેકમેલ કરનાર આરોપીને સુરત પોલીસે ઝારખંડથી દબોચ્યો

0

સુરતમાં હનીટ્રેપમા ધોરણ 12ના વિદ્યાર્થીને ફસાવી બ્લેકમેલ કરતા વિદ્યાર્થીએ અગાસી પરથી કુદીને આપઘાત કરી લીધો હતો. જોકે આ સમગ્ર ઘટના વિદ્યાથીના આપઘાત બાદ તેના પરિવારજનોએ જ્યારે તેનો મોબાઇલ ચેક કર્યો ત્યારે સામે આવી હતી.આ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગુનો નોંધી આ કેસમાં સંડોવાયેલા ઇસમને ઝારખંડ ખાતેથી ઝડપી પાડયો છે.

ઘટનાની વિગત એવી છે કે ચોક બજાર પો.સ્ટે. વિસ્તારની હદમાં એક કીશોરે પોતાના એપાર્ટમેંટના ધાબા ઉપર જઈ નીચે કુદી આપઘાત કરી લીધો હતો. જે પ્રકરણમાં તપાસ દરમ્યાન તપાસ સામે આવ્યું હતું કે કીશોરને જુદા જુદા મોબાઈલ નંબર ઉપરથી તેનો વીડીયો વાઈરલ કરી બદનામ કરવાની ધમકી આપવામાં આવતી હતી તેની બદલે પૈસાની માંગણી કરવામાં આવી હતી. અને મરણજનાર કીશોરે જુદા જુદા સમયે આરોપીને ટુકડે ટુકડે કુલ રૂપીયા ૯૬૦૦/- આપ્યા હતા અને ત્યારબાદ વધુ પૈસાની માંગણી થતા તાણમાં આવી આપઘાત કરી લીધો હતો.જેથી આ ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે આરોપીના મોબાઈલ નંબરને આઘારે સુરત ક્રાઇમબ્રાંચ પોલીસ બાદલ કુમાર દામોદર મંડલ નામના ઈસમને ઝારખંડના સીરિયા તાલુકાના કેશવારી ગામેથી ઝડપી પાડયો હતો.જેની પાસેથી ગુનામાં વપરાયેલ મોબાઈલ પણ જપ્ત કર્યો હતો.

આ ઈસમની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે આરોપી લોકોનો સંપર્ક કરતો અને મોબઈલ નંબરથી વ્હોટસેપ ચેટ કરી લાઈવ વીડીયો કોલીંગ કરવાનુ કહેતો ત્યારબાદ અલાયદા મોબાઈલમાં અશ્લીલ વીડીયો ડાઉનલોડ કર્યો હોય તેને પ્લે કરી તે વીડીયો લોકોને અસલમાં કોઈ સ્ત્રી લાઈવ હોય તેવી રીતે દર્શાવતો હતો અને ત્યારબાદ તેમનુ ગુપ્ત રીતે લાઈવ રેકોર્ડીંગ કરી તે વીડીયો ચેટ કરનાર વ્યક્તિને મોકલતો અને તેની સાથે તેના ફેસબુક, ઈન્સ્ટાગ્રામ વીગેરે સોસીયલ મીડીયામાં રહેલ સગા સંબંધીઓ તથા મીત્રોને આ વીડીયો મોકલી દઈ બદનામ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરતો હતો.. વધુમાં જો કોઈ ભોગબનનાર આરોપીનો મોબાઈલ નંબર બ્લોક કરી દે તો અન્ય મોબાઈલ નંબરો તથા સોસીયલ મીડીયા માધ્યમથી ભોગબનનારનો સતત સંપર્ક સાધી માનસીક રીતે ટોર્ચર કરી બદનામ કરવાની ધમકી આપી નાણા પડાવતો હતો.

આરોપીએ બી.એ.પોલીટીકલ સાયન્સ સુધીનો અભ્યાસ કર્યો

આરોપીની તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું કે તેણે બી.એ.પોલીટીકલ સાયન્સ સુધીનો અભ્યાસ કર્યો છે.અને તેના જણાવ્યા મુજબ અને તેની સાથે ઘણા એવા લોકો છે જે આ પ્રકારના કામમાં સંકળાયેલા છે. હાલ તો પોલીસે આ આરોપીની ધરપકડ છે. અને તેણે અત્યાર સુધી કેટલા લોકો સાથે આવી રીતનું કૃત્ય કર્યું છે તે મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના પોલીસનો સંપર્ક કરો: રૂપલ સોલંકી 

 

આ અંગે ડીસીપી રૂપલ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે  જયારે પણ આવા કોઈ કોલ આવે કે પછી રેકોડીંગ કરી ઘાક ધમકીઓ આપતા હોય તે સમયે કોઈ પણ ડર રાખ્યા વિના પોલીસનો સંર્પક કરી શકો છે. અથવા તમે આવા લોકોને બ્લોક કરશો તો તમને આ લોકોની ગેંગ અલગ અલગ નંબર થી અવાર નવાર કોલ કરશે પરંતુ એક તમે જો બ્લોક કરશો તો આવા ફોન તમને આવતા પણ બંધ થઈ જશે.જેથી કરીને આપણે આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ પર અંકુશ મેળવી શકીએ.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *