નાના પ્રોવિઝન સ્ટોરમાં હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટ વેચતો એક ઝડપાયો
સુરત શહેર પોલીસ (Police) અજયકુમાર તોમર દ્વારા સુરત(Surat) શહેરમાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે “નો ડ્રગસ ઈન સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે.શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ-સીગરેટ, હેલ્થ વોર્નીંગ વિનાની સીગરેટ, તથા ઈ-હુક્કાનુ વેચાણ કરતા વિક્રેતા-દુકાનદારોને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ દિશામાં એસઓજી પોલીસે પાંડેસરા વિસ્તારમાં આવેલ એક પ્રોવિઝન સ્ટોરમાં રેડ કરી ત્યાંથી રૂ.લાખથી વધુનો ઈ સિગારેટનો જથ્થો તેમજ દુકાનદારને ઝડપી પાડયા છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એસઓજીની ટીમને મળેલી બાતમી આધારે પાંડેસરા બમરોલી શાંતાનગર સોસાયટીમાં આવેલ શંકર પ્રોવિઝન સ્ટોર્સ નામની દુકાનમાં રેઈડ કરી હતી અને ત્યાંથી દુકાનદાર આરોપી દિપક શંકરલાલ જાટ ( રહે- કર્મયોગી સોસાયટી બમરોલી રોડ પાંડેસરા) ને ઝડપી પાડી તેની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે રાખેલ હેલ્થ વોર્નીંગ વગરની સિગરેટ બ્લેક કંપનીની સિગરેટના પેકેટ નંગ-૫૫૦, એસસી ગોલ્ડ કંપનીની સિગરેટ પેકેટ નંગ -380 ,એસસી લાઈટ- 9000 પફ કંપનીની સિગરેટ પેકેટ નંગ -530 મળી કુલ પેકેટ નંગ-૧૪૬૦ મળી કુલ્લે.રૂ.2,73,800ની મતાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો એન આરોપી વિરૂધ્ધમાં ધી સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ કલમ ૭,૮,૯ અને, ૨૦ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.