લિંબાયતમાં એક વર્ષની બાળકી એસિડ ગટગટાવી જતાં ગંભીર

0

શહેરના લિંબાયત ખાતે માત્ર એક વર્ષની માસુમ બાળકી ભુલથી એસિડ ગટગટાવી જતાં ગંભીર હાલત સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ઘરમાં મુકેલી એસિડની બોટલને પાણી સમજીને પી જતાં હાલ બાળકીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને સિવિલના તબીબો દ્વારા બાળકીને સઘન સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર લિંબાયતના મદીના મસ્જિદ પાસે રહેતી નઝમા અન્સારી રોજા ખોલવાના હોવાથી રસોડાના કામમાં વ્યસ્ત હતી. આ દરમ્યાન તેમની એક વર્ષની પુત્રી અમીના અન્સારી ઘરમાં મુકેલી એસિડની બોટલને પાણી સમજીને ગટગટાવી ગઈ હતી. આ ઘટનાને પગલે નઝમા અન્સારી તાત્કાલિક બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈને આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ ત્વરિત બાળકીને આઈસીયુમાં ખસેડીને સઘન સારવાર શરૂ કરી હતી. અલબત્ત, 50 ટકા જેટલું એસિડ બાળકી પી જતાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *