સુરતના લિંબાયતમાં એક વર્ષની બાળકીનું એસિડ ગટગટાવી જતાં પાંચ દિવસની સારવાર બાદ મોત
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો શહેરના લિંબાયત ખાતે માત્ર એક વર્ષની માસુમ બાળકી ભુલથી એસિડ ગટગટાવી જતાં ગંભીર હાલત સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઘરમાં મુકેલી એસિડની બોટલને પાણી સમજીને પી જતાં હાલ બાળકીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પીટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યા પાંચ દિવસની સારવારને અંતે બાળકીનું મોત નિપજ્યું છે.ઘટના બાદ બાળકીના પરિવારમા શોકની કાલિમા છવાઇ ગઇ છે.
શું હતી આખી ઘટના
31 માર્ચ ના રોજ લિંબાયતના મદીના મસ્જિદ પાસે રહેતી નઝમા અન્સારી રોજા ખોલવાના હોવાથી રસોડાના કામમાં વ્યસ્ત હતી. આ દરમ્યાન તેમની એક વર્ષની પુત્રી અમીના અન્સારી ઘરમાં મુકેલી એસિડની બોટલને પાણી સમજીને ગટગટાવી ગઈ હતી. જેને પગલે પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો.આ ઘટનાને પગલે નઝમા અન્સારી તાત્કાલિક બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈને આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ ત્વરિત બાળકીને આઈસીયુમાં ખસેડીને સઘન સારવાર શરૂ કરી હતી. અલબત્ત, 50 ટકા જેટલું એસિડ બાળકી પી જતાં તેની હાલત ગંભીર હતી . જ્યાં પાંચ દિવસની સારવાર બાદ આજરોજ માસૂમ બાળકીનું મોત નિપજ્યું છે.
ઉલ્લેખનીય છે કે વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સુરત શહેરમાં ફરીવાર સામે આવ્યો છે જ્યા બાળકોને ઘરમાં રમતા મુકીને કામમાં વ્યસ્ત થઇ જતા વાલીઓ સામે થોડા સમય પહેલા બાળકો રમતા રમતા નીચે પટકાયા હોવાના વીટી તથા રૂપિયાના સિક્કા ગળી ગયા હોવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.અને હવે આ એક વર્ષની બાળકીએ એસિડ ગટગટાવી લેતાં તેનું મોત નિપજ્તા ચકચાર મચી ગઇ છે.