પાંડેસરામાં છ વર્ષની માસૂમ બાળાને ઘરમાં ખેંચી જઇ નરાધમે અપડલા કર્યા: લોકોએ મેથીપાક ચખાડી પોલીસ હવાલે કર્યો

0

સુરતના પાંડેસરાના ગાયત્રીનગરમાં રહેતા યુવાને ઘર નજીક રમી રહેલી છ વર્ષની બાળકીને પોતાના રૂમમાં હાથ પકડીને ખેંચી લઈ જઈને શારીરિક અડપલા કર્યા હતા.જોકે બાળકીની શોધખોળ કરતા પહોંચી ગયેલી બાળકીની નાની ત્યાં પહોંચી જતા બાળકી બચી ગઈ હતી. અને નરાધમને પકડીને મેથીપાક ચખાડી પોલીસ હવાલે કર્યો હતો.પાંડેસરા પોલીસ પણ સ્થળ પર આવી જતા અડપલા કરનાર યુવાનને પોલીસે પકડી લઇ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ પાંડેસરાના તેરેનામ રોડ પર આવેલી એક વસાહતમાં શ્રમજીવી પરિવાર ૨હે છે.આ પરિવારની એક છ વર્ષની બાળકી તેના ઘર નજીક રહેતા નાનીના ઘરે અવાર નવાર જતી હોય બાળકી તેની નાનીના ઘરે હતી અને નાની નાહવા જતા હતા ત્યારે બાળકી ઘરની સાફ સફાઈ કરી રહી હતી તે સમયે તેની એકલતાનો લાભ લઈને નજીકની રૂમમાં રહેતો અનિરુદ્ધ ઉર્ફે અનુજ અમરલાસિંગ આવ્યો હતો અને બાળકીએન હાથ પકડીને તેના ઘરે લઈ ગયો હતો અને ત્યાં રૂમ બંધ કરીને બાળકી સાથે શારીરિક અડપલા કરવા માંડ્યો હતો. બાળકીનો બુમ સાંભળીને તેની નાની શોધતી શોધતી દોડી આવી હતી અને બારી ખોલી કાઢી હતી આ તરફ આજુબાજુના લોકો પણ ભેગા થઇ ગયા હતા.

બાળકીને અનિરુદ્ધના રૂમ માંથી બહાર કાઢીને તેના પરિવારના સભ્યોએનરાધમને પકડીને મેથીપાક ચખાડ્યો હતો.બીજી બાજુ પોલીસને ફોન કરી દેતા પોલીસ પણ ઘટના સ્થળે પહોચી ગઈ હતી.અને નરાધમ અનિરુદ્ધ ઉર્ફે અનુજ અમરલાસિંગની ઝડપી લઇ તેની સામે છેડતીનો ગુનો નોંધીને તેની ધ૨પકડ કરી લીધી હતી.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *