સુરત છેવાડાના ગામે દીપડો લટાર મારતાં કેમેરામાં થયો કેદ: સ્થાનિકોમા દીપડાને લઈ ભયનો માહોલ
દક્ષિણ ગુજરાતના જંગલ વિસ્તાર નજીક આવેલા છેવાડાના ગામોમા દિપડાઓ અવારનવાર જોવા મળતા હોય છે પરંતુ હવે સુરત જિલ્લાના શહેરી વિસ્તારમાં આવેલા ગામડાઓમાં પણ દર થોડા સમયે દીપડા આટા ફેરા મારતા જોવા મળી રહ્યા છે જેને કારણે લોકોમાં સતત દેહશત જોવા મળી રહી છે.ત્યારે ફરીવાર સુરતના બુડિયા ગામમાં દીપડો લટાર મારતાં કેમેરામાં કેદ થયો છે.જેને કારણે ગામજનોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. તો બીજી તરફ વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવતા વન વિભાગ ની ટીમલી દીપડાને પકડવા માટે પ્રયાસ હાથ ધર્યા છે.
થોડા દિવસ પહેલા જ સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં દીપડો રાત્રિના સમયે આટા ફેરા મારતો જોવા મળ્યો હતો . જેને કારણે શહેરીજનોની ઊંઘ ઊડી ગઈ હતી. તેવામાં ફરી એકવાર સુરત શહેરના સરસાણા નજીક આવેલ બુડીયા ગામમાં દીપડો દેખાયો છે. ગામમાંથી પસાર થતા વાહન ચાલકનીન ગાડી સામે અચાનક દીપડો આવી જતા તેને ગાડી ઉભી રાખી હતી અને ત્યારબાદ મોબાઈલમાં દીપડાનો વિડીયો ઉતારી લીધો હતો.ત્યારબાદ અન્ય લોકોએ જોતા અને મોડી રાત્રે દીપડો ગામમાં લટાર મારતો દેખાતા અહીં રહેતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
હાઇવે નજીક આવેલા આ ગામમાં દીપડો દેખાવાની ઘટના અંગે વન વિભાગ ને જાણ કરવામાં આવતા વન વિભાગ ની ટીમે દિપડો ફરી આવી શકે તેની શક્યતાને ધ્યાનમાં રાખી દીપડાને પકડવા માટે પાંજરૂ મૂકવામાં આવ્યું છે. લેખને છે કે થોડા દિવસ અગાઉ જ આ વિસ્તારમાં દીપડો દેખાયો હતો ત્યારે તેને પાંજરામાં પૂરી દેવામાં આવ્યો હતો.