હનુમાન ભક્તે સ્થાપિત કરેલી મૂર્તિથી ઘર બન્યું મંદિર. મન મોહિ લેશે ચાંદીથી તૈયાર કરાયેલી આ હનુમાનની પ્રતિમા
રામ રામ જય રજા રામ ,જય શ્રી રામ ,જય હનુમાનના નાદ સાથે આજે વાતાવરણ ભક્તિમય ભક્તિમય બન્યું છે.રામ ભક્ત હનુમાનનો આજે જન્મોત્સવ છે અને દરેક મંદિરોમાં તેની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરતના એક બિઝનેસમેન કે જેમના ઘરે સ્થાપિત કરવામાં આવેલી હનુમાન મૂર્તિ જોઈ એવું લાગશે કે આ ઘર નહિ પણ હનુમાન મંદિર છે. પવનપુત્ર હનુમાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા 12 વર્ષ પહેલા તેઓએ ઘરમાં હનુમાનની મૂર્તિની સ્થાપના કરી હતી. અને હવે આ મૂર્તિ શ્રદ્ધાળુ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
હનુમાન પ્રત્યેની શ્રદ્ધા સાથે ટ્રાન્સપોના વેપારી દ્વારા ઘરમાં સ્થાપિત કરવામાં આવેલ હનુમાન દાદાની આ મનમોહક મૂર્તિ છ ફૂટની જે જેને બનાવવામાં માટે સ્પેશિયલ જયપુર થી કારીગરો બોલાવવામાં આવ્યા હતા. અને ઘરમાં જ છ મહિનાની મહેનત બાદ આ મૂર્તિ તૈયાર થઈ હતી. આ મૂર્તિની ખાસ વાત એ છે તે આખી ચાંદીથી બનાવવામાં આવી છે.મૂર્તિને બનાવવા માટે 350 કિલો ચાંદી વપરાયું છે. અને તેના ઉપર સોનાનું પાણી ચડાવવામાં આવ્યું છે.આ મૂર્તિ એટલી સુંદર છે કે જાણે સામે સાક્ષાત હનુમાનજી ઊભા હોય અને આશીર્વાદ આપતા હોય તેવો ભક્તોને અનુભવ થાય છે.અહીં દર્શન કરવા જતાં જ લોકોને મૂર્તિના તેજ થી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે.જે કોઈ પણ ભક્ત અહી દર્શન માટે આવે છે તે સૌ કોઈ આ મનમોહક મૂર્તિ પર મોહી જાય છે.ત્યારે છેલ્લા બાર વર્ષ થી વેપારીનો પરિવાર ઘરમાં બિરાજમાન આ હનુમાનની સેવા અને પૂજા અર્ચના કરે છે.
સુરતના અડાજણ વિસ્તારમાં પ્રાઈમ આર્કેડ આનંદમહલ રોડ ખાતે ખાતે રહેતા વંદના લુહાણા જણાવે છે કે તેમના સ્વર્ગવાસી સસરા શીતલભાઈને હનુમાન દાદા મા ખૂબ જ શ્રદ્ધા હતી. અને તેઓ કાયમ પરિવાર સાથે સાળંગપુર દર્શન માટે જતા હતા. ત્યારે તેમને એવી ઈચ્છા થઈ કે તેઓ ઘરમાં હનુમાનજીની સ્થાપના કરે ,જેથી તેઓએ આ મૂર્તિ બનાવવાનો વિચાર કર્યો હતો. પણ ઘરમાં આટલી મોટી મૂર્તિ સ્થાપિત થશે એવો ખ્યાલ તેમને પણ નઈ હતો.પણ હવે તેમનો આખો પરિવાર બાર વર્ષ થી ઘા હમુ માન દાદાની સેવા ,પૂજા અર્ચના કરે છે.એટલુજ નહિ દર વર્ષે તેઓ રામ નવમી અને હનુમાજી જન્મોત્સવ પર ઘામઘુમ પૂર્વક ઉજવણી કરે છે.