Surat: હનીટ્રેપમાં ફસાતા ધોરણ 12ના વિદ્યાર્થીએ અગાસી પરથી લગાવી મોતની છલાંગ
સુરતમાં સક્રિય થયેલ હનીટ્રેપ ગેંગ દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીને ફસાવી બ્લેકમેલ કરતા વિદ્યાર્થીએ અગાસી પરથી કુદીને આપઘાત કરી લીધો હતો. જોકે આ સમગ્ર ઘટના વિદ્યાથીના આપઘાત બાદ તેના પરિવારજનોએ જ્યારે તેનો મોબાઇલ ચેક કર્યો ત્યારે સામે આવી હતી. આ મામલે હાલ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા પરિવારની ધોરણ 12મા અભ્યાસ કરતા પુત્ર પહેલી ગત પહેલી તારીખે અગાસી પરથી પરથી પડી ગયો હતો.જેથી તેને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો હતો.જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.વ્હાલસોયા પુત્રના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
પુત્રના મોત બાદ તેની અંતિમવિધિ પૂર્ણ કરી પરિવારજનોએ તેનો મોબાઈલ ચેક કર્યો હતો. જ્યાં સામે આવેલી હકીકત બાદ પરિવાર ચોકી ઉઠ્યો હતો. જેમાં આ વિશરથીનો વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો અને તેને બદનામ કરવાની ધમકીઓ આપવામાં આવી હતી એટલું જ નહીં તેની પાસેથી ટુકડે ટુકડે 9600 જેટલા રૂપિયા પણ પડાવવામાં આવ્યા હતા. અને આ ટોળકી દ્વારા વધુ પૈસાની માંગણી કરવામાં આવતા પુત્ર એ આ પગલું ભરી લીધું હોવાનું પરિવારને જાણ થઈ હતી. જે બાદ આ સમગ્ર મામલે વિદ્યાર્થીના પિતાએ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.હનિટ્રેપ મામલે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા જે નબરથી ફોન અને મેસેજ આવ્યા હતા તેના સીડીઆર પણ કઢાવવામાં આવ્યા છે. આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની પણ મદદ લેવામાં આવી હતી.
જ્યાં આ વિદ્યાર્થીને જે નંબર પરથી ફોન આવતા હતા એ નબરો બિહાર, ઝારખંડ, ક્લ્ક્કતાથી ટ્રેક થયા હતા. ત્યારે હવે આ ગેંગ થી અને મેઈલીંગથી કંટાળી તરુણ એ આપઘાત કરી લીધો હોવાનું બહાર આવતા પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે