સુરત: બૂટલેગરોની હિમ્મત્ત તો જુઓ પોલીસ જવાનો પર ચડાવી દીધી કાર
સુરતમાં ગુન્હેગારો બેફામ: દારૂ ભરેલી કાર અટકવતા પોલીસ જવાનો પર બૂટલેગરોએ ચડાવી કાર
રાજ્ય સહિત સુરતમાં બેફામ બનેલા બુટલેગરો હવે પોલીસને પણ નિશાન બનાવતા અચકાતા નથી.હાલમાં જ સુરતના ઉમરપાડા વિસ્તારમાં દારૂ ભરેલી કારને અટકાવવા જતા બુટલેગરોએ પોલીસ જવાન પર જ કાર ચડાવી દીધી હતી આ ઘટનામાં બંને પોલીસ જવાનોનો આબાદ બચાવ થયો હતો જ્યાં બીજી તરફ બુટલેગરો કાર મૂકી ભાગી છુટ્યા હતા
સુરતના ઉમરવાડા વિસ્તારમાં બુટલેગરોને પકડવા જતા બુટલેગરોએ પોલીસ પર જ ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. સુરત જિલ્લાની ઉમરપાડા પોલીસને વિદેશી દારૂ આવતો હોવાની મળેલી બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી ત્યારે બાતમી મુજબની કાર દેખાતા જ પોલીસે કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો તે દરમિયાન બુટલેગરોએ પુરપાટ ઝડપે કાર હંકારી દીધી હતી. જેથી પોલીસ જવાને બાઈક પર આ બુટલેગરોનો પીછો કર્યો હતો ત્યારે બુટલેગરોએ પોલીસ જવાન પર જ કાર ચડાવી દીધી હતી. પોલીસના આ દિલ ધડક ઓપરેશનમાં સદનસીબે પીછો કરી રહેલા બંને પોલીસ જવાનો આબાદ બચાવ થયો હતો જો કે આ સમગ્ર ઓપરેશન દરમ્યાન ફિલ્મી દ્દશ્યો સર્જાયા હતા. અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ જવા પામી હતી.
જોકે બીજી તરફ પકડાઈ જવાની બીકે બુટલેગરો શરદા ગામ નજીક કાર મૂકીને ભાગી ચૂક્યા હતા. જે બાત ઘાણે પહોંચેલી પોલીસે કારની અંદર તપાસ કરતા પોલીસને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો આ ઘટનામાં પોલીસે હાલ મુદ્દા માલ જપ્ત કરી બુટલેગરો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેઓને શોધખોળ હાથ ધરી છે
વારંવાર સામે આવી રહેલી ઘટનાનો જોતા એવું લાગી રહ્યું છે કે રાજ્યમાં ગુનેગારો બેફામ બન્યા છે કાયદો અને વ્યવસ્થાનો જાણે કોઈ ખોફ રહ્યો ન હોય તેમ આડે દિવસે ખુલ્લેઆમ દારૂના અડ્ડા ધમધમતા જોવા મળે છે તો ક્યારેક જાહેરમાં ફાયરિંગ થતી જોવા મળે છે રોજબરોજ સામે આવી રહેલી આ ઘટનાઓ જોતા એવું લાગી રહ્યું છે. કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. લોકોની સુરક્ષાની જવાબદારી જેના શિરે છે એ પોલીસને પણ હવે ગુન્હેગારો નિશાન બનાવી રહ્યા છે