સુરતના રૂદરપુરામાં 55 વર્ષીય આધેડે બાળકી સાથે અડપલાં કરતા હોબાળો: પત્ની સહિત લોકોએ મારમારી પોલીસ હવાલે કર્યો

0

નાની બાળકી સાથે શારીરિક છેડતી કરવામાં આવી હોવાની વધુ એક શર્મશાર ઘટના સુરત શહેરમાં બનવા પામી છે. શહેરના રુદરપુરા વિસ્તારમાં 55 વર્ષના આધેડે ચાર વર્ષની બાળકીને ખંડેર મકાનમા લઈ જઈ તેની સાથે અડપલાં કર્યા હતા. જો કે બાળકી વિકૃત આધેડના ચુંગાલમાંથી ભાગી છૂટી સમગ્ર ઘટના તેના પરિવારને જણાવતા સ્થાનિક લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. અને લોકોએ આધેડને પકડી પાડી તેને ઢોર માર મારી અથવા પોલીસના હવાલે કર્યો હતો.

ઘટના અંગે મળતી માહિતી મુજબ રૂદરપુરા ખાડી વિસ્તારમાં રાત્રે નવ વાગ્યાના સમયે ઇફતારી કર્યા બાદ કેટલાક યુવાનો ટોળું થઈ ને બેઠા હતાં તે સમયે એક ખંડેર મકાન માંથી સાત વર્ષની બાળકી ગભરાઈને બહાર આવી અને તેના ઘર તરફ ભાગી રહી હતી. તે સમયે ત્યાં હાજર યુવાનોને કઈ અજુગતું થયું હોવાનું જાણ થતાં તેઓએ બાળકી પાછળ જઈ બાળકી ને પૂછતા બાળકી એ જણાવ્યું હતું કે એક માણસ તેને મારી જબરજસ્તી કરી ખંડેર મકાન મા લઈ ગયો હતો. અને મોબાઈલમાં તેને ખરાબ વિડિયો બતાવ્યા હતા.અને તેની સાથે અડપલા કરતા તે ત્યાંથી ભાગી આવી હતી.નાબાલિક બાળકીએ હકીકત જણાવતા બાળકોના પરિવાર સહિત સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

બાળકીએ વિકૃત આધેડની હકીકત જણાવતા રૂદરપુરા ખાડી વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા. અને બાળકને ખંડેર મકાનમાં લઈ જઈ તેની અડપલા કરનાર 55 વર્ષીય જયેન્દ્ર પટેલ નામના આધેડ ને ઝડપી પાડી તેને મેથીપાક ચખાડ્યો હતો. ઘટના ને પગલે આધેડ ના પત્ની પણ ત્યાં આવી પહોંચ્યા હતા. અને વિકૃત પતિને જાહેરમાં ચંપ્પલ વડે મોઢે લાફા મારી ફટકાર્યો કર્યો હતો.અને ત્યારબાદ લોકોએ આધેડને અથવા પોલીસને હવાલે કર્યો હતો.પોલીસે સમગ્ર મામલે ફરિયાદને આધારેે પોસ્કો  એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ઘરી છે.

બાળકી સાથે છેડતીની આ સમગ્ર ઘટના સીસીટીવી મા કેદ થઈ જવા પામી હતી. જેમાં બાળકી એક ખડેર મકાનમાંથી ગભરાઈને બહાર આવતી દેખાઈ છે. અને ત્યારબાદ એક જાગૃત યુવાન બાળકીની પાછળ જઈ તેને પૂછતા સમગ્ર મામલો સામે હતો

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *