મોરબી દુર્ઘટનામાં મૃતકોની આત્માની શાંતિ માટે સુરતમાં યોજાઇ 150 મિનિટની મૌન શ્રદ્ધાંજલિ સભા

0

મોરબી દુર્ઘટનામાં મૃતકોની આત્માની શાંતિ માટે સુરતમાં યોજાઇ 150 મિનિટની મૌન શ્રદ્ધાંજલિ સભા

 •  ‘રામ’ નામ મંત્રનું લેખન કરી એ મંત્ર – કાગળ શ્રધ્ધાંજલી કુંભમાં અર્પણ કરવામાં આવશે

તા. ૩૦ ઓકટોબરનો દિવસ આનંદ-ઉલ્લાસ અને સ્નેહના વધામણા શુભકામનાઓ પાઠવવાના દિવસોમાં આપણાં માટે ગોઝારો દિવસ બન્યો હતો. મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતાં ન સહી શકાય, ન વર્ણવી શકાય તેવી દુર્ઘટના સર્જાઈ. જેમાં અત્યાર સુધીના આંકડા મુજબ ૧૪૦ થી વધુ લોકોના મૃત્યુ થયાંછે. ત્યારે સુરતમાં વિદ્યાકુંજ-વિદ્યાદીપ પરિવાર દ્વારા મૃતકોને 150 મિનિટ ની મૌન શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

 

કહેવાય છે કે ૧૫૦ મિનિટ આપણા સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ભગવાન સાંભાળે છે ત્યારે આજે મોરબી દુર્ઘટના મા મૃત પામેલા એ તમામ મૃતકોના આત્માને શાંતી માટે હૃદયથી પ્રાર્થના માટે સુરતના વિદ્યાકુંજ ખાતે શ્રધ્ધાંજલી સભાયોજી હતી.તેમજ ‘‘મૌન શ્રધ્ધાંજલી સભા’’ નું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં લોકો દ્વારા ‘રામ’ નામ મંત્રનું લેખન કરી એ મંત્ર – કાગળ શ્રધ્ધાંજલી કુંભમાં અર્પણ કરવામાં આવ્યા હતાં અને આ કુંભ મચ્છુ નદીમા અર્પણ કરવામાં આવશે.શ્રધ્ધાંજલી સભા બાદ ‘વિદ્યાકુંજ સર્કલ’ પર દીવડા પ્રગટાવી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

મોરબીમાં રવિવારની રાત કાળ બનીને આવી હતી. મોરબીમાં મચ્છુ નદીમાં બનેલો ઝુલતા પુલ અચાનક તૂટી પડતા 400થી વધુ લોકો નદીમાં પડી ગયા હતા આ ઘટનામાં અત્યાર સુધીમાં 140થી વધુ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે ગુજરાત સહિત સમગ્ર દેશ હચમચી ગયું છે. અને અકસ્માતમાં મોત પામેલા લોકોને શ્રદ્ધાંજલિ તેમજ ઘટનામાં ઘાયલ થયેલા લોકો જલદી સ્વસ્થ થાય તે માટે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી રહી છે.

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *