Surat: લગ્ન પ્રસંગ દરમ્યાન છવાયું માતમ, વીજ કરંટ લાગતા ૧૪ વર્ષીય કિશોરનું મોત
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આયોજિત એક લગ્ન પ્રસંગ દરમિયાન ડીજેના ટેમ્પા પર ચઢીને ઈલેક્ટ્રીક વીજ વાયર ઊંચો કરવા જતા ચાર લોકોને કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં એક 14 વર્ષીય કિશોરીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ત્રણ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સુરત જિલ્લાના માંડવી તાલુકાના આંબલીગામ સ્થિત નિશાળ ફળિયામાં રહેતા 49 વર્ષીય રાકેશભાઈ રમેશભાઈ વસાવા ખેત મજુરી કરે છે.અને તેઓને સંતાનમાં ધોરણ નવમા અભ્યાસ કરતો ૧૪ વર્ષીય પુત્ર અને ૧૧ વર્ષીય સ્નેલ જે ધો.૬માં અભ્યાસ કરે છે. જેઓ ૨૮ જાન્યુઆરીના રોજ તેઓના ફળિયામાં લગ્ન પ્રસંગ હોય રાકેશભાઈ અને તેમનો પરિવાર આ પ્રસંગમાં ગયા હતા.તે દરમ્યાન બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં આયુષ બીલીમોરાથી આવેલ જાન ના ડીજે સાઉન્ડના ટેમ્પા પર ચડીને પ્રસંગ નિહાળી રહ્યો હતો. ત્યારે ટેમ્પો રીવર્સ લેતી વખતે ૧૪ વર્ષીય આયુષ વીજ વાયરને પકડીને ઉચા કરવા ગયો હતો.ત્યાં તેને જોરદાર કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં આયુષ સહિત ડીજે પાર્ટીના કારીગરો આકાશ રાયજા વસાવા,પંકજ અરવિંદભાઈ પાડવી,અને વીનેશ પારસિંગ વસાવાને પણ કરંટ લાગ્યો હતો.
ઘટના બનતા ગામના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ને જાણ કરતા ૧૦૮ મારફતે તમામ લોકોને સારવાર માટે સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા. જ્યા ૧૪ વર્ષીય કિશોરનું મોત નીપજ્યું હતું. જયારે ડીજે પાર્ટીના કારીગરો હાલ સારવાર હેઠલ છે. ઘટનામાં 14 વર્ષીય વહાલ સોયાપુત્રનું મોત નીપજતા પરિવાર સહિત ગામ મા શોક નું મોજુ ફરી વળ્યું છે.