સુરતના પાંડેસરામાં ૧૩ વર્ષીય તરૂણી ઉપર હવસખોર યુવકે બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી:
સુરતના પાંડેસરામાં રહેતી ૧૩ વર્ષની તરૂણીને રસ્તામાં જ રોકી બળજબરીથી સોસાયટીની એક ગલીમાં લઇ જઇ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.અને ત્યાર બાદ કિશોરીને જાન થી મારી નાખવાની ઘમકી આપી કોઈને પણ આ અંગે કશું કહેવાની ના પાડી હતી. જેથી ગભરાઈ ગયેલી કિશોરીએ આ અંગે કોઈને જાણ કરી નહિ. પરંતુ બે દિવસ અગાઉ કિશોરીને પેટમાં દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે લઇ જવામાં આવી હતી. જ્યાં તે ગર્ભવતી હોવાનું જાણ થતાં સમગ્ર ઘટના સામે આવી હતી પરિવારે આ મામલે પાંડેસરા પોલીસ મથકમાં નરાધમ વિરુધ ગુનો નોંધાવ્યો છે.
મળતી વિગત મુજબ પાંડેસરા વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષીય કિશોરી ગઇ તારીખ ૨૦જાન્યુઆરી ૨૦૨૨નાં રોજ સાંજનાં સમયે પાંડેસરા પિયુષ પોઇન્ટ પાસે સીટી બસમાંથી ઉતરી હતી. અને ચાલતા ચાલતા તેણીના ઘર તરફ જઇ રહી હતી. આજ સમયે પાંડેસરા નાગસેન નગરમાં રહેતા સુરજ ઉર્ફે સૂર્યા નામના હવસખોર યુવાને તેણીનો પીછો કર્યો હતો. ત્યારબાદ કિશોરીની સોસાયટી નજીક જ પસાર થઇ રહી હતી ત્યારે સુરજ ઉર્ફે સુર્યાએ તેણીનો હાથ પકડી લઇ બળજબરીથી અંધારામાં લઇ ગયો હતો. જ્યાં તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
બળાત્કાર કર્યા બાદ હવસખોર યુવકે આ અંગે કોઈને કહશે તો જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી જેથી તરૂણી ગભરાઇ ગઇ હોય આ અંગે પરિવારને આ બાબતે જાણ કરી ન હતી. જોકે ગઇકાલે તેણીને પેટમાં દુખાવો થયા બાદ સારવાર માટે પરિવારજનો હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં તેણીને ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.ત્યારબાદ આ મામલે બળાત્કાર ગુજારનાર સુરજ ઉર્ફે સુર્યા વિરૂધ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.