Surat:12 વર્ષની કિશોરી સાથે બળાત્કાર:ચાર માસનો ગર્ભ રહી જતા મામલો આવ્યો સામે
સુરત શહેરમાં ફરી એક વખત 12 વર્ષની કિશોરી દુષ્કર્મનો ભોગ બની છે. અને ચોકાવનારી વાત એ છે કે કિશોરી સાથે દુષ્કર્મ કરનાર આરોપી 17 વર્ષનો કિશોર છે.એટલુજ નહિ પણ બીજી તરફ દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરીને ચાર મહિનાનો ગર્ભ રહી જતા આ આંખો મામલો સામે આવ્યો હતો અને પરિવારના પગ તળિયેની જમીન સરકી ગઈ હતી. ઘટના બાદ કિશોરીના પિતાએ સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ દાખલ કરી છે.
સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા અને ફેક્ટરીમાં મજૂરી કામ કરતા વ્યક્તિએ સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં તેમની 12 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ કરતા પિતાએ જણાવ્યું હતું કે તેમના પડોશમાં રહેતા 17 વર્ષના કિશોરે તેમની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે. અને તેને કારણે તેમની દીકરીને ચાર માસનો ગર્ભ રહી ગયો છે. ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરી 17 વર્ષના બાળ આરોપીને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.
આ વિશે વધુમાં જાણવા મળતી માહિતી મુજબમજૂરી કામ કરતા યુવકની 12 વર્ષની સગીરાને માસિક ન આવતા તેમના પરિવાર દ્વારા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં સોનોગ્રાફી થકી તપાસ કરતા તે ગર્ભવતી હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું આ સાંભળતા જ પરિવારના પગ તળિયેની જમીન સરકી ગઈ હતી. અને પરિવાર એ કિશોરીને આ અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે તેમના જ ઘર નજીક રહેતા યુવકે ચારથી પાંચ મહિના પહેલા અલગ અલગ જગ્યાએ તેની સાથે બે થી ત્રણ વાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારે કિશોરીએ જણાવેલી હકીકતને આધારે કિશોરી ના પિતાએ 17 વર્ષના કિશોર સામે સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.