એક દેશ એક ચૂંટણી પર આગેકૂચ : પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં મળશે પ્રથમ બેઠક
દેશમાં એકસાથે ચૂંટણી(Election) યોજવાની શક્યતા ચકાસવા અને ભલામણો કરવા માટે આજે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિની પ્રથમ બેઠક યોજાવા જઈ રહી છે. બેઠકમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સમિતિના સભ્યો સાથે લોકસભા, રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ એકસાથે કરાવવાની શક્યતાઓ પર ચર્ચા કરશે.
બેઠકમાં સમિતિ ચૂંટણી સંબંધિત તમામ પક્ષોના મંતવ્યો જાણશે અને તેમાં રાજ્યોના પડકારો પર ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં તેના અમલીકરણની પદ્ધતિઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, સંભવિત અવરોધો પર ચર્ચા કરવામાં આવશે અને તેના કાયદાકીય પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે.
અગાઉ 2 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારે એક દેશ એક ચૂંટણી પર આઠ સભ્યોની સમિતિની રચના કરી હતી. ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, ગુલામ નબી આઝાદ, એનકે સિંહ, સુભાષ સી કશ્યપ, હરીશ સાલ્વે અને સંજય કોઠારી સમિતિના સભ્યો છે. 1990માં કાયદા પંચે તેના અહેવાલમાં એક દેશ, એક ચૂંટણીને સમર્થન આપ્યું હતું. લૉ કમિશને પણ પાર્ટી રિફોર્મની વાત કરી હતી. તેમજ કાયદા પંચે NOTAનો વિકલ્પ આપવા જણાવ્યું હતું.