Surat : ગૃહરાજ્યમંત્રીના હોમટાઉનમાં પોલીસ મથકો અને ચોકીઓ પણ સલામત નથી, પોલીસ ચોકીમાં થઇ ચોરી
એક બાજુ સુરત(Surat ) પોલીસ(Police ) સબ સલામતની વાતો કરે છે.પરંતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના (Harsh Sanghvi )હોમટાઉનમાં ખુદ પોલીસ મથકો અને પોલીસ ચોકીઓમાં ઉપરાછાપરી બની રહેલા ચોરીના બનાવોને જોઈને સબ સલામત નથી એવું કહેવામાં કોઈ બે મત નથી. કારણ કે બેફામ બનેલા તસ્કરે સીમાડા ટ્રાફિક ચોકીમાં રાત્રી દર્મિયાન મુખ્ય દરવાજાની પ્લાયવૂડની શીટ તોડીને ચોકીની અંદરથી રૂ.10 હજારની કિતમનું કોમ્પ્યુટરનું મોનિટર ચોરી કરીને નાશી છૂટ્યો હતો.પોલીસ ચોકીમાં બનેલી ચોરીની ગમ્ભીર ઘટના હોવા છતાં રાત્રી દરમિયાન પેટ્રોલિંગના દાવા કરતી પોલીસને ખબર સુધ્ધા નહીં હતી .જોકે સવારે ચોરીની આ ઘટના પ્રકાશમાં આવતા મામલો સરથાણા પોલીસ મથકે પહોંચ્યો હતો.એટલુંજ નહીં પોલીસ ચોકીમાં બનેલી ઘટનાને લઈને પ્રશ્નો એ ઉઠવા પામ્યા છે કે સુરત શહેરમાં પોલીસ મથકોમાં અને પોલીસ ચોકીઓ ઓન તસ્કરો અને અસામાજિક તત્વોથી સલામત રહી નથી.
સરથાણા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા સીમાડા ચાર રસ્તા પાસે સીમાડા ટ્રાફિક પોલીસ ચોકી આવેલી છે.25મીએ રાત્રીથી સવાર દરમિયાન અજાણયા ચોર ઈસમે ચોકીના મુખ્ય દરવાજાની વચ્ચેના ભાગે આવેલ લાકડાની પ્લાયવૂડની શીટ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાર બાદ ચોકીના દૈનિક કામો માટે મુકવામાં આવેલ રૂ.10 હજારની કિંમતનું કોમ્પ્યુટરનું મોનિટર ચોરી કરીને નાશી છૂટ્યો હતો.સવારે ટ્રાફિક પોલીસ સહિતનો સ્ટાફ આવ્યો ત્યારે ચોરીની આ ઘટના અંગે ખબર પડતા ખુદ પોલીસ અચરજમાં પડી ગઈ હતી.ટ્રાફિક પી.આઇ. શૈલેષ કુમાર ગમનલાલ રાઠોડે ચોરીના બનાવ બાબતે સરથાણા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.વધુમાં પીઆઇ એસ.જી.રાઠોડે જણાવ્યું હતું કે રાત્રી દરમિયાન ચોરી થઇ હતી જેની ખબર બીજા દિવસે સવારે પડી હતી.જેથી કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જોકે સરથાણા પોલીસે ચોરને ઝડપી પાડ્યો છે.ચોરીના આ બનાવ અંગે વધુ તપાસ સરથાણા પોલીસ મથકના પીએસઆઇ બી.એમ.કરમટા કરી રહયા છે.
વરાછા પોલીસ મથકના પરિસરમાંથી બાઈક ચોરાઈ હતી.
સીમાડા ટ્રાફિક પોલીસ ચોકીમાં બનેલી ચોરીની ઘટના બાદ થોડા દિવસ અગાઉ જ વરાછા પોલીસ મથકના પરિસરમાંથી થયેલી બાઈક ચોરીની ઘટનાનો પણ આ સમાચારમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.થોડા દિવસો પહેલા વરાછા પોલીસ દવારા પ્રોહીબીશનના કેસમાં આરોપીની અટક કરવાની સાથે એક બાઈક કબ્જે કરવામાં આવી હતી.પોલીસ દ્વારા કબ્જે કરવાં આવેલી બાઈકને પોલીસ મથકના પરિસરમાં મુકવામાં આવેલી હતી ત્યારે કોઈ અજાણ્યો ચોર ઈસમ પોલીસ મથકમાંથી બાઈક ચોરી કરીને લઇ ગયો હતો અને પોલીસને ખબર સુધ્ધા પડવા નહીં દીધી હતી.જે રીતે શહેરમાં પોલીસ મથકો તેમજ પોલીસ ચોકીઓમાં પણ તસ્કરો અને અસામાજિક તત્વો બેફામ બનીને ચોરીની ઘટનાઓને અંજામ આપી રહયા છે તેના પરથી કહેવામાં આવી રહયું છે કે ગ્રહરાજ્યમંત્રીના હોમટાઉનમાં પોલીસ મથકો અને પોલીસ ચોકીઓ પણ સલામત નથી.