પરિવાર સાથે અણબનાવ થયો હોવાથી ઘરેથી નીકળી ગયેલી યુવતીની વ્હારે આવી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન 

0

માતાપિતા મરજી વિરુદ્ધ લગ્ન કરવા દબાણ કરતા હોવાથી ઘરેથી નીકળી ગયેલી યુવતીની વ્હારે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન આવી છે. અભયમ ટીમે સમજાવટથી કામ લઈને યુવતીને પરિવાર પાસે લઈ ગયા હતા અને પરિવારને સમજાવીને પરિવાર સાથે સુખદ સમાધાન કરાવ્યું હતું.

મળતી માહિતી મુજબ મદદ કરવાની ભાવનાથી એક જાગૃત્ત વ્યક્તિએ ૧૮૧ અભયમ પર કોલ કરી જણાવ્યું કે સુરતના વડોદમાં એક યુવતી ગુમસુમ બેઠી છે અને કોઈ તકલીફમાં હોય એવું જણાય છે જેથી મદદ કરવા વિનંતી કરી હતી. જેથી કતારગામ અભયમ ટીમ સ્થળ પર પહોંચી યુવતી સાથે વાત કરતા જાણવા મળ્યું કે, ભેસ્તાન વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષની આ યુવતી ધો.૧૦ સુધી ભણેલી છે. મૂળ ઉત્તરપ્રદેશના વતની અને ઘણા વર્ષોથી પરિવાર સાથે સુરતમાં રહે છે. માતાપિતા મરજી વિરુદ્ધ લગ્ન કરવા દબાણ કરતા હોવાથી ખટરાગ થયો હતો. તેના ફોઈ લગ્ન માટે જે છોકરો બતાવતા હતા તે ઉંમરમાં મોટો હોવાથી પસંદ ન હતો. તેણીએ લગ્નનો ઈન્કાર કરતા ફોઈ અપશબ્દ બોલતા હતા. જેથી લાગી આવતા ઘરેથી નીકળી ગઈ હતી.

જેથી અભયમ ટીમે સમજાવટથી કામ લઈને યુવતીને પરિવાર પાસે લઈ ગયા હતા અને માતાપિતાને સમજાવ્યુ કે દીકરીને પસંદ હોય તેવા વ્યક્તિ સાથે દબાણ આપીને લગ્ન કરાવવા અયોગ્ય છે. અન્ય કાયદાકીય માહિતી આપીને યુવતીની સારસંભાળ રાખવા કહ્યું હતું. માતાપિતા સહમત થયા હતા અને કોઈપણ પ્રકારના દબાણ ન કરતા તેને વિશ્વાસમાં લઈને તેની મરજી જાણીને સગાઈ તેમજ લગ્ન કરવાની ખાતરી આપી હતી. દીકરી સહી-સલામત મળવાથી પરિવારે ૧૮૧ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ પરિવાર સાથે અણબનાવ થયો હોવાથી ઘરેથી નીકળી ગયેલી ભેસ્તાનની યુવતીની વ્હારે આવી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈને પરિવાર સાથે સુખદ સમાધાન કરાવ્યું હતું.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *