Surat: અઠવા, ઉધના અને સેન્ટ્રલ ઝોનના કેટલાક વિસ્તારમાં શનિ અને રવિ બે દિવસ પાણી કાપ

0

સુરત મન પા દ્વારા મજુરાગેટ અને ખટોદરા જળવિતરણ મથકની પાણીની લાઇન બદલાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોયનિ અને રવિ બે દિવસ પાણી કાપ રહશે.

આગામી શનિ અને રવિવારના રોજ સે ન્ટ્રલ, અઠવા અને ઉધના ઝોનના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો પુરો પાડી શકાશે નહી. લોકો હાલાકીનો સામનો નહી કરવો પડે તે માટે જરૂરીયાત મુજબ પાણીનો સંગ્રહ કરવાની અપિલ સુરત મનપા દ્વારા કરવામાં આવી છ.

શહેરમાં મેટ્રોરેલની કામગીરી ઝડપભેર પુર્ણ થઇ શકે તે માટે કામગીરીને અવરોધરૂપ પાણી અને ડ્રેનજની લાઇન શીફટ કરવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે. ખટોદરા જળવિતરણ મથક ખાતેની ઓવરહેડ લાઇન લીકેજ થતા લાઇન રીપેરીંગ કરવા સાથે મજુરાગેટ ખાતે મેટ્રોરેલની કામગીરીને નડતરરૂપ ૪૫૦ મી.મી વ્યાસની પાણીની લાઇન શીફ્ટ કરવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે.આગામી શનિવાર અને રવિવારના રોજ મનપાના હાઇડ્રોલીક વિભાગ દ્વારા પાણીની લાઇન શીટ કરવામાં આવનાર હોવાથી ખટોદરા જળવિતરણ મથકની ઓવરહેડ ટાંકી અને અઠવા જળવિતરણ મથકની અંડર ગ્રાઉન્ડ ટાંકી ભરી શકશે નહિ.જેને પગલે અથવાસે ન્ટ્રલ, અઠવા અને ઉધના ઝોનના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો પુરો પાડી શકાશે નહી. લોકો હાલાકીનો સામનો નહી કરવો પડે તે માટેમાટે અસરગ્રસ્ત વિસ્તારના રહીશોને પાણીનો સંગ્રહ કરવાની અપિલ મનપા દ્વારા કરવામાં આવી છે. પાણીની લાઇન શિફટ કરવાની કામગીરી પુર્ણ થતાની સાથે પાણી પુરવઠો પુર્વત્તત્ત કરી દેવામાં આવશે.

પાણી કાપની કયા વિસ્તારોને અસર થશે

ઘોડદોડ ખટોદરા જીઆઇડીસી, નવી સિવિલ હોસ્પિટલનો આસપાસનો વિસ્તાર, પીપલોદ ગામતળ, ઉમરા ગામતળ, સીટી લાઈટ, એસ.વી. એન.આઈ.ટી. કોલેજ, વીર નર્મદ યુનિવર્સિટી, ઇરછાનાથ, કારગીલ ચોક સહીતનો વિસ્તાર, અઠવા પોલીસ લાઈન, પનાસ ગામ તળ, રોડ, રામ ચોક, સર્જન સોસાયટી, પાંજરાપોળ તથા આજુબાજુની સંલગ્ન સોસાયટી, બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા, નાનપુરા, રૂદરપુરા, સોની ફળીયા અને તેની આસપાસના વિસ્તારને પાણ સપ્લાય કરી શકાશે નહીં.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *