NIA એક્શન મોડમાં, આતંકવાદ, ડ્રગ પેડલર્સ અને ગેંગસ્ટર લિંક્સ સંબંધિત કેસોમાં 6 રાજ્યોમાં 100થી વધુ સ્થળોએ પાડયા દરોડા
NIAએ આજે ગેંગસ્ટર-ખાલિસ્તાની આતંકી કડી પર મોટો દરોડો પાડ્યો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આજે 100 થી વધુ સ્થળો પર દરોડા પાડી રહીી.ગેંગસ્ટરો અને ખાલિસ્તાની નેટવર્ક પર નોંધાયેલા 5 કેસોમાં, એજન્સી આ ઝડપી દરોડા પાડી રહી છે. NIAની ટીમ 100 અલગ-અલગ જગ્યાઓ પર દરોડા પાડી રહી છે. સુત્રો જણાવે છે કે NIAએ ગુનાહિત છબી અને ખાલિસ્તાની આતંકવાદી સંબંધો ધરાવતા લોકોના ઘરો પર દરોડા પાડ્યા છે.
જાણવા મળ્યું છે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) આતંકવાદ, ડ્રગ પેડલર્સ અને ગેંગસ્ટર લિંક્સ સંબંધિત કેસોમાં 6 રાજ્યોમાં દરોડા પાડી રહી છે. જે રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમાં હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. એનઆઈએ કુલ મળીને 100થી વધુ સ્થળો પર સર્ચ કરી રહી છે.
પંજાબના ફિરોઝપુરમાં 3 સ્થળો પર દરોડા
અહેવાલ છે કે પંજાબના ફિરોઝપુરમાં 3 સ્થળો પર NIAના દરોડા ચાલી રહ્યા છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) બુધવારે સવારે રેકોર્ડની તપાસ કરવા માટે સરહદી જિલ્લામાં ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે. NIAની ટીમે મુડકી, તલવંડી અને ફિરોઝપુરમાં ત્રણ લોકોના ઘરો પર દરોડા પાડ્યા છે. આ સિવાય ભટિંડામાં પણ જે ઘરો પર દરોડા પાડવામાં આવ્યા છે, ત્યાં બહારથી કે અંદરથી કોઈને પણ જવા દેવામાં આવી રહ્યા નથી.