Gujrat: નર્મદા ડેમની જળ સપાટી ૧૩૫.૩૧મીટરે પહોંચી,૨૩ દરવાજા ૩.૨૫ મીટર ખોલી પાણી છોડાયુ

0

નર્મદા ડેમની જળ સપાટી ૧૩૫.૩૧ મીટરે પહોંચી : ૭,૪૫,૭૨૪ ક્યુસેક પાણીની આવક ૨૩ દરવાજા ૩.૨૫ મીટર ખોલી ૫,૦૦,૦૦૦ ક્યુસેક અને રીવરબેડ પાવરહાઉસના ૬ ટર્બાઇન મારફતે ૪૪,૭૪૪ ક્યુસેક નદીમાં છોડાયુ.

મધ્યપ્રદેશના ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા ડેમમાં ક્રમશઃઆવકમાં સતત વધારો થઇ રહ્યો છે.જેને કારણે નર્મદા ડેમની જળ સપાટીસતત વધતી જઇ રહી છે આજે નર્મદા ડેમની સપાટી ૧૩૫.૩૧મીટર નોંધાયેલ છે.જે મહત્તમ ઓવરફલો સપાટીથી હવે માત્ર ૩.૩૭મીટર દૂર છે.

ઉપરવાસના જળાશયોમાં પાણીની આવકમાં વધારો થવાના કારણે નર્મદા ડેમમાં હાલમાંપાણીની આવક ૭,૪૫,૭૨૪ ક્યુસેક થઇ રહી છે જે અત્યાર સુધીની સૌથી વધુ આવક નોંધાઇ છે

ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને લીધે આજે નર્મદા ડેમના ૨૩ દરવાજા ૩.૨૫ મીટર સુધી ખોલીને ૫ લાખ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઇ રહ્યો છે. તેની સાથોસાથ ભૂગર્ભ જળવિદ્યુત મથક રિવર બેડ પાવર હાઉસમાંથી વિજ ઉત્પાદન બાદ ૪૪૭૪૪ ક્યુસેક પાણીનર્મદામાં ડિસ્ચાર્જ થઇ રહ્યું છે જ્યારે કેનાલ હેડ પાવર હાઉસમાંથી ૧૮૨૩૮ ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતું હોઇછે.હાલ નર્મદા ડેમનો લાઇવ સ્ટોરેજ ૪૭૦૭.૧મિલિયન ઘન મીટર છે.કુલ ૫,૬૨,૯૮૨ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઇ રહ્યો છે.આમ નર્મદામાં પાણીની કુલ આવક ૭,૪૫,૭૨૪ ક્યુસેક સામે ૫,૬૨,૯૮૨ ક્યુસેક જાવક નોંધાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં પડી રહેલ વરસાદ અને ડેમોમાંથી સતત છોડવામાં આવી રહેલ પાણીને ધ્યાને રાખીને ૨૪ કલાકમાં ડેમની સપાટી ઘટાડવામાં આવી રહી છે ,હવે ૭.૪૫ લાખની સંભવિત આવક સામે દિવસભર માત્ર ૫.૬૨ લાખ ક્યુસેક જ પાણી છોડાશે, વધારાનું પાણી ડેમમાં સંગ્રહ કરીને ભરૂચ વિસ્તારમાં પૂરની અસરો ઓછી કરવા નર્મદા નિગમ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે.નિગમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ડાઉન્સ્ટ્રીમના વિસ્તારોને પૂરની અસરોથી બચાવવા માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *