ઈદના તહેવાર પહેલા પોલીસનું સઘન કોમ્બિંગ : 164 ઈસમો વિરુદ્ધ કરાઈ કાર્યવાહી

0
Intensive police combing ahead of Eid festival: Action taken against 164 criminals

Intensive police combing ahead of Eid festival: Action taken against 164 criminals

આગામી ઈદના(Eid) તહેવારોને પગલે સુરત પોલીસ (Police) દ્વારા કાયદો – વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખીને અમરોલી – કોસાડ આવાસ સહિતના વિસ્તારોમાં સઘન કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અમરોલી અને ઉત્રાણ સહિતના પોલીસ મથક વિસ્તારોમાં અલગ – અલગ ટીમો દ્વારા સઘન ઝુંબેશ હેઠળ 164 ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે અસામાજીક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર રમઝાન ઈદના તહેવારને અનુસંધાને અમરોલી, ઉત્રાણ અને જહાંગીરપુરા પોલીસ મથકમાં અલગ – અલગ ટીમો દ્વારા પોલીસ દ્વારા સઘન કોમ્બીંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજે ત્રણ કલાક સુધી ચાલેલા આ કોમ્બીંગ દરમ્યાન અમરોલી અને ખાસ કરીને કોસાડ આવાસ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવાની સાથે 164 આરોપીઓ વિરૂદ્ધ કાયેદસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જેમાં નંબર પ્લેટ વિનાના 70 વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરનાર 16 આરોપીઓ પાસેથી રેમ્બો છરા, ગુપ્તી અને તલવાર સહિતના ઘાતકી હથિયારો ઝડપી પાડવામાં આવ્યા હતા. બીજી તરફ દારૂ પીધેલી હાલતમાં 12 અને દારૂ સાથે પાંચ ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, શહેરમાં કાયદો – વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની સાથે સાથે આગામી ઈદના તહેવારને પગલે સુરત શહેર પોલીસ દ્વારા અસામાજીક તત્વો વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં જ અડાજણ, પાલ અને જહાંગીરપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં પણ કોમ્બીંગ દરમ્યાન અનેક ગુન્હેગારો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *