સચિનમાં લુંટ વીથ મર્ડર સહિત વધુ બે ગુના આચરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડયા
સચિન સુડા સેક્ટર-૨ માં રહેતો ૨૧ વર્ષીય શની બચાઔ શંકર ચૌહાણ સાથે મંગળવારની રાત્રે હાથમાંથી મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કરનારી બાઈક સવાર ત્રિપુટીએ ચપ્પુનાં ઘા મારી તેનું મોત નિપજાવ્યું હતું. જે મામલે સચીન પોલીસે લૂંટના નિષ્ફળ પ્રયાસ બાદ બાઈક સવાર ત્રિપુટને તે જ રાત્રે સચીન જીઆઇડીસી જે.એમ.ટી રોડ સ્થિત ખાતેથી ઝડપી પાડયા હતા.
સચિન સુડા સેક્ટર-૨ ખાતેપ્લોટ નં.117મા રહેતો ૨૧ વર્ષીય શની બચાઔ શંકર ચૌહાણ મંગળવારની રાત્રે નાઈટ પાળી દરમિયાન સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ રોડ નં. ૧૫૫૨ આવેલા રાધેટ્રેન્ડર્સ નામની કંપનીમાં કામ કરવા દરમિયાન લઘુશંકા માટે બહાર નીકળ્યો હતો. તે વેળા હાથમાંથી મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કરનારી બાઈક સવાર ત્રિપુટીએ ચપ્પુનાં ઘા મારી મોત નિપજાવ્યું હતું. જે મામલે સચીન પોલીસે બાઇક સવાર ત્રિપુટી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. લૂંટના નિષ્ફળ પ્રયાસ બાદ બાઈક સવાર ત્રિપુટીએ તે જ રાત્રે સચીન જીઆઇડીસી જે.એમ.ટી રોડ સ્થિત સુરતના સચિન વિસ્તારમા ખાતા નં. આઈ-૧૬૪/૧૬૫ માં આવેલા વિવેક ટેક્સટાઇલ ખાતામાં રહી નોકરી કરતાં ૪૪ વર્ષીય રાજસ્થાની કારીગર રામનારાયણ પ્રભુરામજી જાટને ડાબા હાથના ભાગે ચપ્પુ વડે ઇજા પહોંચાડી મોબાઇલ લુંટી લીધો હતો. આ ઉપરાંત સચીન જીઆઇડીસી રોડ નં. ૪૩ એસ્થિત પ્લોટનં. ૮૨૯/૩ માં આવેલાં ખાતામાં વોચમેન તરીકે નોકરી કરતાં ૫૦ વર્ષીય યુપીવાસી શિવકરણ નનકુ પટેલ (રહે. રામચેતન મોર્યાંની ચાલમાં, ઈશ્વર નગર બરફ ફેક્ટરી પાસે, સચિન જીઆઇડીસી, સુરત) ને પણ હાથના ભાગે ચપ્પુ વડે ઈજા પહોંચાડી તેનો ટેકનો કંપનીનો મોબાઇલ લૂંટી ગયા હતાં. જે મામલે સચિન જીઆઇડીસી પોલીસે પણ આ બાઇકસવાર ત્રિપુટી વિરુદ્ધ બે ગુના નોંધ્યા હતાં.
ફરિયાદ સંદર્ભે સચિન, સચિન જીઆઇડીસી, પાંડેસરા અને ડીસીબી પોલીસ તપાસમાં જોડાઈ હતી. દરમિયાન પાંડેસરા પોલીસે ટોળકીનાં એકસાગરીત પૈકીનાં સત્યમસિંહ ઉર્ફે ગોલુ રાધેશ્યામ સિંગને ઝડપી પાડ્યો હતો. દરમિયાન અન્ય બે સાગરીતોટ્રેન મારફતે મુંબઈતરફ જતાં હોવાની મળેલી બાતમીનાં આધારે સચિન પોલીસે વાપી રેલવે પોલીસનાં સંપર્કમાં રહી અન્ય બે આરોપીઓ પૈકીનાંવિકાસઉર્ફેસૌરભવિયપ્રતાપ ચતુર્વેદી (ઉ.વ. ૨૧, રહે. ૧૯૮, ગણેશ નગર, પત્રકાર કોલોની પાસે, પાંડેસરા, સુરત) અને રોહીત અચ્છેલાલ યાદવ (ઉ.વ. ૧૮, ૨હે.૧૫૩, ગણેશ નગર, પત્રકાર કોલોની પાસે, પાંડેસરા, સુરત) ને પણ ઝડપી પાડયા હતાં.