Surat: ફૂડસદ રેલ્વે ફાટક નજીક ગુડ્સ ટ્રેને કારને અડફેટે લઈને 50 મીટર ઢસડી
સુરત જિલ્લાના ઓલપાડ નજીક ફૂડસદ રેલ્વે સ્ટેશન પરથી પસાર થતી માલગાડીએ કારને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગુડ્સ ટ્રેને કારને 50 મીટર સુધી ઘસડી હતી. આ ઘટનામાં કારને નુકશાન થયું હતી જોકે સદનસીબે આ ઘટનામાં કારચાલકનો આબાદ બચાવ થયો હતો.
ઘટના અંગે મળતી માહિતી મુજબ સોમવારે રાતે ફૂડસદ ફાટક પરથી હરિયાણા પાર્સીંગની સ્વીફ્ટ કાર સાથે એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો તે સમયે ભરૂચથી સુરત વચ્ચે ડી.એફ.સી.સી. માટે બનતા રેલવે ટ્રેક પરથી સાયણથી કીમ જતી માલગાડી રેલ્વે પાટા નીચે સિમેન્ટના બ્લોક વહન કરી પરત ફરી રહી હતી તે સમયે ટ્રેક ઉપર કોઈ કર્મચારી કે સિગ્નલ કે રસ્તો બંધ કરેલો ના હોવાથી રિવર્સ આવી રહેલી ટ્રેન કારને અડફેટે લીધી હતી.અને જ્યા કાર 50 મીટર સુધી ઘસડાઈ હતી.ત્યારે બીજી તરફ આ ઘટનામાં કાર ચાલક સમય સૂચકતા જોઈ કાર માથી કૂદી પાડ્યો હતો.તો બીજી તરફ ટ્રેન અડફેટે કાર 50 મીટર સુધી ઘસડાતા કારણે ઘણું નુકશાન થયું હતું.
આ અકસ્માત વિશે કાર ચાલક કુલદીપભાઈ એ જણાવ્યું હતું કે તેઓ જ્યારે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ફાટક બંધ હતું અને ટ્રેક પર એક ટ્રેન ઉભી હતી. પરંતુ ત્યાં કોઈ સિગ્નલ આપવામાં આવ્યું ન હતું અને અચાનક ટ્રેન રીવર્સ આવતા કાર ને અડફેટે લીધી હતી.