રાંદેરમાં સીટી બસને અકસ્માત,રીપેરિંગ અર્થે ડેપોમાં લઈ જવાતી સીટી બસ ડિવાઈડર સાથે અથડઇ
સુરત શહેરમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના રાંદેર વિસ્તારમાં ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા સીટી બસ ડીવાઈડર સાથે અથડાઈ હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી
સુરત શહેરમાં છાશવારે અકસ્માતના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. તેમજ ભૂતકાળમાં સીટી બસ ચાલકોએ લોકોને અડફેટે લીધા બાદ મોત થયા હોવાની ઘટના પણ સામે આવી ચુકી છે. ત્યારે સુરતમાં સીટી બસને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ સુરતના રાંદેર પાલનપુર પાટિયા પાસે સીટી બસ પસાર થઇ રહી હતી આ દરમ્યાન ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો
બસ ચાલકે સ્ટેયરીંગ પરથી ગુમાવતા બસ ડીવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ના હતી પરંતુ બસને નુકશાન થવા પામ્યું હતું. અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થયું હતું.