ચાર વર્ષની બાળકી પર 40 વર્ષના પાડોશીએ ગુજાર્યો બળાત્કાર.
દિલ્હીના ઉત્તર દ્વારકા વિસ્તારમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બાળકીએ આ ઘટના અંગે પરિવારજનોને ધ્યાન દોર્યું હતું.જેથી પરિવારજનોએ પાડોશમાં રહેતા આરોપીને પકડી લીધો હતો અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. આ મામલાની તપાસ કર્યા બાદ પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો અને 40 વર્ષના આરોપીની ધરપકડ કરી હતી.
પીડિત બાળકી તેના પરિવાર સાથે દ્વારકા વિસ્તારમાં રહે છે. શનિવારે યુવતીના પરિવારજનોએ પોલીસને ફોન કરીને બાળકી પર બળાત્કાર થયાની જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પરિવારજનોએ 40 વર્ષના એક યુવકને પોલીસને સોંપ્યો અને જણાવ્યું કે આરોપીએ બાળકી પર બળાત્કાર કર્યો હતો. પોલીસે વ્યા બાળકીનું મેેડીકલ ચેકઅપ કરાવ્યા બાદ કેસ નોોંોંધ્યોધ હતો.