સોશ્યલ મીડિયા દ્વારા મિત્રતાના સંબંધમાં વધુ એક કિશોરી પિંખાઈ:કતારગામમાં ધો. ૧૧ની વિદ્યાર્થીની પર ત્રણ વખત બળાત્કાર,

0

મોબાઈલમાં અશ્લીલ ફોટા – વીડિયો વાયરલ કરવાની ધમકી આપી કિશોરી પર બળાત્કાર ગુર્જાયો

સોશ્યલ મીડિયા થકી મિત્રતા પ૨ આંધળો ભરોસો મુકનારાઓ માટે વધુ એક ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના કતારગામ વિસ્તારમાં રહેલી એક કિશોરી ૫૨ ત્રણ ત્રણ વખત પાશવી બળાત્કાર ગુજારનાર યુવક વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું હતું કે, આરોપી યુવક સાથે ત્રણ મહિના પહેલાં જ તેની મિત્રતા થઈ હતી. પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને નરાધમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આરોપીએ કીશોરીને તાબે નહીં થાય તો તેના પરિવારજનોને જાનથી મારવાની ધમકી આપી હતી

પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી મળતી માહિતી અનુસાર શહેરના કતારગામ ખાતે રહેતી અને ધોરણ ૧૧માં અભ્યાસ કરતી કિશોરીને ત્રણ મહિના પૂર્વે ઈન્ટાગ્રામ પર એક યુવક સાથે મિત્રતા થઈ હતી. કાપોદ્રા ખાતે રહેતો જયદીપ ઉર્ફે અજય રમેશ સરવૈયા સાથે શરૂઆતમાં મિત્રતાના સંબંધો કેળવાયા બાદ કિશોરી અને અજય વચ્ચે મોબાઈલ ૫૨ વાતચીતનો સિલસિલો શરૂ થયો હતો. આ દરમિયાન આ આરોપી અજય સરવૈયા પીડિતાને મળવા માટે તેના ઘરે ધાબા પર જતો હતો. જ્યાં એકાંતની પળોમાં નરાધમ દ્વારા મોબાઈલમાં પીડિતાના અશ્લીલ ફોટા અને વીડિયો બનાવવામાં આવ્યા હતા. માત્ર ૧૬ વર્ષની પીડિતાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ અજય સરવૈયાએ પોત પ્રકાશ્યું હતું. આરોપીએ પોતાની પાસે મોબાઈલમાં રહેલા પીડિતાના અશ્લીલ ફોટા અને વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી એક – બે નહીં ત્રણ – ત્રણ વખત શહેરમાં અલગ – અલગ સ્થળે તેની સાથે પાશવી બળાત્કાર ગુર્જાયો હતો. પીડિતા દ્વારા આ અંગે વિરોધ ક૨વામાં આવતાં અજય સરવૈયાએ સુનિતાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

નરાધમે દ્વારા બળાત્કાર બાદ પણ પીડિતાનો પીછો છોડવામાં આવ્યો ન હતો અને તેના ઘરે જઈને પરિવારજનોને તમારી દિકરી આપો નહીંતર તમને બધાને મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટના અંગે પીડિતાએ પોતાના પરિવારજનોને પોતાની વ્યથા જણાવતાં યુવતીના માતા પિતાના માથે આભ તુટી પડ્યું હતું. અલબત્ત, આરોપી વિરૂદ્ધ પીડિતાએ ગત રોજ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પી.આઈ. વાય. બી. ગોહિલ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધ૨વાની સાથે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *