રીક્ષામાં પેસેન્જરોની નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડ ચોરી કરતી ટોળકીને ઝડપી પાડતી સલાબતપૂરા પોલીસ
સુરત શહેરમાં મુસાફરોના સ્વાંગમાં રીક્ષામાં ફરી પેસેન્જરોની નજર ચૂકવી ચોરી કરતી ટોળકીને સલાબતપુરા પોલીસને ઝડપી પાડી છે.જેમની પાસેથી પોલીસે એક રીક્ષા,મોપેડ અને 55 હજાર રોકડા મળી કુલ રૂપિયા 2.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મળતી માહિતી મુજબ સલાબત પુર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિગ મા હતો તે દરમ્યાન મળેલી બાતમીને આધારે પોલીસે રીક્ષામાં પેસેન્જરોની નજર ચૂકવી ચોરી કરતી ટોળકીના 40 વર્ષીય આસિફ ઉર્ફે ઐયા અજીજ શેખ,અફઝલ ઉર્ફે અલાઉદ્દીન શેખ અને ઇમરાન ઉર્ફે સોનું સલીમ શેખને લિંબાયત વિસ્તારમાંથી ઝડપી પાડયા હતા.જેમની પાસેથી પોલીસે 55 હજારની રોકડ,એક રીક્ષા અને મોપેડ મળી પોલીસે કુલ રૂપિયા 2.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ આરોપીઓની ધરપકડ બાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુના ઉકેલાયા હતા. અને સાથે ઝડપાયેલા આરોપીની ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો હતો. આરોપી અફઝલ ઉર્ફે ખજુર સામે છ ગુના તેમજ પાસા હેઠળ અટકાયત પણ થઈ છે.અને ઈમરાન ઉર્ફે સોનુ સામે સલાબતપુરા પોલીસ મથકમાં એક ગુનો નોંધાયો હોવાનું તપાસ મા સામે આવ્યું છે.
આરોપીઓની ઘરપકડ બાદ તેમની પૂછપરછ દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે આ ત્રણેય આરોપીઓ તેમના બે સાગરીતો સાથે મળી બચત પર ઓટો રીક્ષા લાવી રીક્ષા ડ્રાઈવરને પોતાનો મોપેડ આપતા અને આરોપીઓ પોતે રીક્ષા ડ્રાઇવર અને પેસેન્જર બની અન્ય પેસેન્જર રીક્ષામા બેસાડી તેમની નજર ચૂકવી તેમના ખિસ્સામાંથી રોકડ રૂપિયા ચોરી કરતા.હાલ આ સમગ્ર મામલે પોલીસે આરોપીઓની ઘરપકડ કરી ઉધુ તપાસ હાથ ઘરી છે.