સુરતમા દુર્ગંધ મારતું અને જીવાત દેખાતું પાણી આવતું હોવાની ફરિયાદ,લોકોમાં રોગચાળાનો ભય

0

સુરતના વોર્ડ નબર ૫ માં આવતી કેટલીક સોસાયટીમાં પીવાના પાણીની અંદર દુર્ગંધ આવતી હોવાની અને લાલ કલરની જીવાત દેખાતી હોવાની ફરિયાદો લોકોએ સથાનિક કોર્પોરેટરને કરી હતી જેથી સ્થાનિક કોર્પોરેટર મનપાની ટીમ સાથે સોસાયટીમાં જઈને તપાસ કરતા પાણીમાં લાલ કલરની જીવાત દેખાય હતી જેથી અધિકારીઓને આ અંગે તાત્કાલિક નિવારણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી

સુરતના વોર્ડ નબર ૫ અશ્વનીકુમાર/ ફૂલપાડા માં વિસ્તારમાં આવતા ધરમ નગર ,વિષ્ણુ નગર ,સતાધાર અને સૌરાષ્ટ્ર સોસાયટીઓ પીવાના પાણીમાં દુર્ગંધ આવતી હતી સાથે જ લાલ કલરની જીવાતો આવતી હોવાની ફરિયાદો છેલ્લા ૨ દિવસથી સ્થાનિક કોર્પોરેટર નિરાલીબેન પટેલને મળી હતી જેથી આપ પાર્ટીના કોર્પોરેટર નિરાલીબેન પટેલ મનપાના અધિકારીઓની સાથે અલગ અલગ સોસાયટીમાં આવેલા અલગ અલગ ઘરોમાં જઈને તપાસ કરી હતી. આ દરમ્યાન કેટલાક રહીશોને ઝાડા ઉલટી થયા હોવાનું કોર્પોરેટરના ધ્યાને આવ્યું હતું. જેથી કોર્પોરેટર દ્બારા આ અંગે અધિકારીઓ પાસે સેમ્પલ લેવડાવી તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી.

વોર્ડ નબર ૫ ના કોર્પોરેટર નિરાલીબેન પટેલે જણાવ્યું હતું કે મારા વોર્ડ વિસ્તારમાંથી સતત બે દિવસથી ફરિયાદો આવતી કે પીવાના પાણીમાં દુર્ગધ આવે છે અને લાલ કલરની ઉયળો દેખાય છે. આ ફરિયાદના આધારે મનપાના અધિકારીઓને જાણ કરીને કર્મચારીઓની ટીમ સાથે અમે અલગ અલગ સોસાયટીમાં અલગ અલગ ઘરમાં તપાસ કરી હતી. તપાસ દરમ્યાન પીવાના પાણીમાં લાલ કલરના જંતુઓ દેખાયા હતા અને સોસાયટીમાં જતા અમને જાણવા મળ્યું હતું કે કેટલાક રહીશોને ઝાડ ઉલટી પણ થયા છે તે લોકો બહારથી પીવાનું પાણી લાવીને પી રહ્યા છે. જેથી મેં અધિકારીઓને આ અંગે તાત્કાલિક નિવારણ લાવવા રજૂઆત કરી છે

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *