સુરતના અડાજણમા 25 વર્ષ જૂની બિલ્ડીંગનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો: સ્થાનિકોના જીવ તાળવે ચોંટયા

0

સુરતના અડાજણ વિસ્તારમાં ગતરોજ સાંજના સમયે આશરે 20 વર્ષ જૂની બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી હતી. અચાનક બિલ્ડિંગના ટેરેસના આગળના ભાગનો પિરામિડ ધડાકા ભેર નીચે પડતા લોકોમા ભય વ્યાપી ગયો હતો. ઘટનાને પગલે બિલ્ડીંગ નીચે પાર્ક કરવામાં આવેલી બે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર નો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને કાટમાળને દૂર કર્યો હતો. સબનસીબે આ ઘટના બનતા સોસાયટીમાં ચહેલ પહેલ ન હોય કોઈ જાનહાની કે ઇજાનો બનાવ બન્યો ન હતો

ફાયર વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ ગતરોજ સાંજના સમયે અડાજણ પાટિયા ખાતે આવેલ સૂર્ય કૃતિ એપાર્ટમેન્ટની અગાસીની ગેલેરીનો ભાગ તૂટી પડયો હોવાનો કોલ 6:54એ મળતા ફાયરનો કાફલો સ્થળ પર પહોચ્યો હતો.ચાળ માળની બિલ્ડિંગની ટેરેસનો આગળનો પિરામિડ તૂટીને નીચે પડતા સોસાયટીમાં પાર્ક કરવામાં આવેલ મારુતિ સુઝુકી સ્વિફ્ટ, અર્ટિગા બંને ગાડીઓને ભારે નુકશાન થયું હતું. સ્થળ પર પહોંચેલા ફાયર જવાનોએ ગાડીઓને સહિત સ્થળ પરથી કાટમાળ દૂર કરવાની કવાયત હાથ ધરી હતી. સદનસીબે આ ઘટના મા કોઈ જાણ હાની કે ઇજાનો બનાવ બન્યો ન હતો.

વધુમાં ફાયર ઓફિસરે જણાવ્યું હતી કે અડાજણ પાટિયા ખાતે આવેલ આ સૂર્ય કૃતિ એપાર્ટમેન્ટ જે આશરે 20 વર્ષ જૂની બિલ્ડીંગ છે અને તે જર્જરિત હાલતમાં હોય ઝોનલ અધિકારીઓએ આ બિલ્ડીંગ ઉતારી પાડવા સૂચના આપી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *