સુરત શહેરમાંથી ટેમ્પો ચોરી કરતી ચીકલીગર ગૅંગ ઝડપાઇ: દસ ગુનાના ભેદ ઉકેલાયા
ઇન્ડસ્ટ્રીયલ એરિયા માંથી ભંગાર તથા બેટરીની ચોરી કરતી ચીકલીગર ગેંગને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાંચ પોલીસે ઝડપી પાડી છે.આ આરોપીઓને મહીન્દ્ર કંપનીનો બોલેરો પીક- અપ અંદર લોખંડની સેન્ટીંગની પ્લેટો સાથે પોલીસે સચીન GIDC નાકા પાસેથી ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યાં તેમની ઘરપકડ સાથે દસ ગુનાના ભેદ પણ પોલીસે ઉકેલી કાઢ્યા છે.
સુરત ક્રાઈમ બ્રાંચના સ્ટાફને પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે સચિન જીઆઈડીસી નાકા પાસેથી બોલેરો પીકઅપ ટેમ્પામાં લોખંડની સેન્ટીંગ પ્લેટો સાથે ચીકલીગર ગેંગના ૧) ૩૫ વર્ષીય મધુસિંગ ઉર્ફે અમરસિંગ તેજાસિંગ ૨) ૧૯ વર્ષીય દીપસિંગ ઉર્ફે દીપુ ગુજરાતસિંગ કલાની ૩) ૧૮વર્ષી યરોહિત સુધીર રમાણી આ ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા.જેમની પાસેથી પોલીસે
એક બોલેરો પીકઅપ ગાડી, 1.25 લાખની કિમતનો એક ટેમ્પો, 1.09લાખની લોખંડની સેન્ટીંગની પ્લેટો તથા બે મોબાઈલ ફોન મળી કુલ 5.37 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓ વહેલી સવારે સુરત શહેરમાં નીકળી ટેમ્પો અને બોલેરો પીકપ છોટા હાથી વગેરે પાર કરેલ ગાડીઓના દરવાજાનો લોક તેમની પાસે રહેલ નાની કાતરનો એક ભાગ કાપી લોક તોડી ચોરી કરતા હતા અને ત્યારબાદ શહેરના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ભંગારના ગોડાઉન અને તથા ઇલેક્ટ્રીક ની દુકાનો ના શટલ ઊંચા કરી બંધ પડેલી જગ્યાઓ પર જઈ ગાડીની બેટરી કાઢી લઈ ભંગારમાં વેચી દેતા હતા.અને બાદમાં આ ચોરીની ગાડીઓ શહેરથી દૂર સચિન, પલસાણા, ભેસ્તાન રેલ્વે સ્ટેશનની નજી બિન વારસી મૂકી દઈ ભાગી છુટતા હતા.
આ ચિકલીગર ગેંગની ઘરપકડ બાદ શહેરના અલગ અલગ પોલીસ મથકના મળી કુલ દસ ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા. આ ઉપરાંત આરોપી મધુસિંગ ઉર્ફે અમરસિંગ તેજાસિંગ ટાંક સામે ભૂતકાળમાં આઠ ગુના નોંધાયાં છે અને તે હાલમાં તે પાંડેસરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં નાસ્તો ફરતો હતો. તો દીપસિંગ ઉર્ફે દીપુ ગુજરાત સિંગ કલાની સામે પણ ભૂતકાળમાં બે ગુના, જયારે રોહિત સુધીર રામાણી સામે બે ગુના નોંધાયેલા છે..